________________
૯૮ડક પ્રવચને ઉત્તમ જૈન માનવને ભવ મળ્યો છે. તે સંવરની સેવા કરે. આશ્રવની ગુલામીમાં તે આત્માનું ભયંકર શોષણ થઈ રહ્યું છે તેને જરા ખ્યાલ કરો. તમારા લગભગ વીસે કલાક શામાં પસાર થાય છે? આધવની પગચંપી કરવામાં ને ? સામાયિકમાં બેસે તે પણ મન, વચન અને કાયાની સ્થિરતા ત્યાં કેટલી ? મનની રખડપટ્ટી ત્યાં પણ ચાલુ જ ને ? સામાયિકમાં પણ મેહમાયાનું તોફાને ચાલે છે ને? કથાનું તાંડવનૃત્ય સામાયિકમાં પણ અવસરે ખેલાઈ જાય છે ને? વાણી ઉપર ત્યાં સંયમ કેટલો રહે છે? ભાષાસમિતિ અને વચનગુપ્તિ ત્યાં કેટલી જળવાય છે? સાવદ્યભાષા કર્કશભાષા અસત્યવાણી ન બોલાઈ જાય તેને ખ્યાલ કેટલે રાખે છે? શરીરની સ્થિરતા કેટલી? એક બે ઘડીના સામાયિકમાં કેટલીવાર હાથ–પગ હલા છો? સંવરની ક્રિયામાં પણ મન, અને વચન કાયાની ચ ચળતા કેટલી બધી છે? ચંચળતા એ આશ્રવ કે સંવર કહેવાય ? આશ્રવને?
જેટલા પ્રમાણમાં મન, અને વચન કાયાની ચંચળતા તેટલા પ્રમાણમાં આશ્રય અને જેટલા પ્રમાણમાં મન, અને વચન કાયાની સ્થિરતા તેટલા પ્રમાણમાં સંવર. આ આશ્રવ સંવરની વ્યાખ્યા ગોખી રાખજે. સામાયિક ઉચરતી વખતે કરેલી સાવધની પ્રતિજ્ઞા, તેની જવાબદારીને
ખ્યાલ સામાયિક દરમિયાન કેટલો રહે છે? સામાયિકના ૩૨ દેવમાંથી તમને કેટલા દેષ લાગ્યા તેની ગણતરી કદીયે કરી છે ખરી? આ જિંદગીમાં તમે હજારે સામાયિક કર્યા. , પણ દેશ વગરનું એક સામાયિક કર્યું છે ખરું? હવેથી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org