________________
ચતુર્થ નિહવ આર્ય અશ્વામિત્ર :
: ૭૩ :
આરાને આત્મા છે. એ કંઈ ઊંડું ન સમજે. કજીયાથી દૂર રહેવા ઈછે. ઠીક આજને વિહાર જરા લાંબો હતો નહિં?"
હાજી, આજ તે ગામ આવતા આવતા અગિયાર વાગી ગયા. ઊનાળાને તાપ ને તેમાં પણ ધૂળવાળો માર્ગ એટલે તપી ગયેલ. માર્ગમાં વૃક્ષ વગેરેની થેડી ઘણું છાયા આવતી હતી એટલે સારું હતું; નહિં તો મુશ્કેલ પડે.”
“ આવતી કાલને વિહાર નાનું છે. સંયમવિજયને કાંટે વાગેલ છે ને પગ પણ સૂઝી ગયેલ છે. આ ગામ ભક્તિવાળું છે. ગયા ગામમાં વિનય-વિવેક વગરના શ્રાવકો હતા. મતિવિજય ગોચરી જઈને આવેલ તે કહેતો હતો કે ઘેરઘેર એક જ વાતે થાય છે કે આ તે પેલા સંઘાડા બહાર કર્યા છે ને તે મહારાજે આવ્યા છે. વહોરાવવામાં પણ બહુ ભાવભક્તિ ન દેખાયાં. ગુરુમહારાજશ્રી સાથે જ્યાં ચર્ચા–પ્રસંગ બન્યા ત્યાંથી તે ગામ બહુ દૂર નહિં અને તે ગામવાળાને મિથિલા સાથે વેપાર આદિને કારણે અવરજવર વિશેષ, એટલે વાત ઘડીકમાં ત્યાં પહોંચી ગઈ છેડા શ્રાવકે સિવાય બીજા કોઈ સામે પણ નહોતા આવ્યા. થોડા પણ જે આવેલ તે આપણે પ્રથમ ત્યાં માસક૫ કરેલ ત્યારે અનુરાગી થયેલા તે જ. ગુરુમહારાજશ્રીથી છૂટા પડીને મારે આ વિષયની ખાસ પુષ્ટિ કરવાની કે તેઓશ્રી જે કહે છે તે અસત્ય છે એમ પ્રચાર કરવાની ઈચ્છા ન હતી. પણ ગામે ગામ તેઓશ્રીની વાત પહોંચી ગયા પછી આપણને કોઈ સ્થળે સમાન કે આદર ન મળે માટે આપણા વિચારના ગામેગામ પરચાસ-સે શ્રાવક હોય તે પણ આપણે શેભાભેર જઈ–આવી–રહી શકીએ એટલે જ કેટલીક વિરુદ્ધ વાત કરવી પડે છે.”
“જી, પિલા મુનિઓને બોલાવું ? વાચના આપશે ?”
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org