________________
તૃતીય નિહ્નવ અવ્યક્તવાદી:
: પ૫ : ઓએ તેમને અટકમાં લીધા ને રાજા પાસે લઈ ગયા. રાજા પાસે મુનિઓ આવ્યા ત્યારે રાજાએ હુકમ કર્યો કે સિપાઈઓ, જાવ. આ કોઈ દુષ્ટ લોકો જણાય છે. તેમને હાથીના પગે કચરી મારો.” રાજના આવા આદેશથી મુનિઓ ગભરાયા અને રાજાને કહેવા લાગ્યા.
મુનિઓ-રાજન! અમે સાંભળ્યું છે કે રાજગૃહના રાજા મોર્ય બલભદ્ર જૈન છે, ને અરિહન્તના ઉપાસક છે. સાધુઓ પ્રત્યે પૂજ્યભાવ રાખે છે. શા કારણે અમારા પ્રત્યે તમારું આવું ગેરવર્તન થાય છે? અમે તમારે કાંઈ અપરાધ નથી કર્યો, તમારા રાજ્યનું કંઈ પણ બગાડ્યું નથી. તમારા કાયદા કે ફરમાન વિરુદ્ધ અમારું જરા પણ વર્તન નથી તે શા માટે અમને આવી પ્રાણઃ શિક્ષા કરવામાં આવે છે ?
રાજા-લુચ્ચા મુનિઓ ! હું સર્વ સમજુ છું. કોણે કહ્યું કે હું શ્રાવક છું? તમે શાથી જાણ્યું કે હું જૈન છું ? તમારી અવ્યક્ત દૃષ્ટિએ તે હું ગમે તે છું. સમજે કે હું જેને નથી ને શ્રાવકે નથી. પણ તમે કેણુ છે? તમે તે કઈ લૂંટારા કે ધાડપાડુઓ લાગે છે. મને ફસાવવા માટે આ સાધુઓના વેષે કઈ શત્રુ રાજા તરફથી ગુપ્તચર તરીકે આવ્યા છે, માટે મેં તમને જે શિક્ષા કરી છે તે એગ્ય જ છે. | મુનિઓ-રાજન ! નથી અમે લુચ્ચા કે નથી ધાડપાડુઓ; નથી ગુપ્તચર કે નથી નક્તચર-ચેર લૂંટારું. અમે તો વિશુદ્ધ સંયમ પાળનારા. આચારવિચારથી પવિત્ર ભગવાન મહાવીરના મુનિઓ છીએ. કેટલાક સમયથી અમારા ગચ્છનાયક મુનિઓ સાથે મતભેદ થવાથી જુદા વિચારીએ છીએ; માટે અમારા પ્રત્યે તમે એવી શંકા કે વહેમ ન રાખે અને અમને મુક્ત કરે.
રાજા-મુનિઓ ! તમે કહો છો કે અમે સાધુઓ જ છીએ,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org