________________
પ્રથમ નિહવ જમાલિ :
: ૨૩ :
ભવિષ્યમાં બનનાર ઘટમાં ઉપયોગી છે. એ પ્રમાણે ઘટ થવા પૂર્વે જે છેલ્લી આકૃતિ થાય છે કે જે આકૃતિ પછી તુરત જ ઘટ થવાને છે, તે આકૃતિ ઘટમાં વાસ્તવિક કારણભૂત છે. તે આકૃતિ પછી જ ઘટ બનવાની શરુઆત થાય છે ને એક જ સમયમાં ઘટ બની જાય છે.
એ જ પ્રમાણે તમે જ્યારથી આ સંથારાની શરૂઆત માને છે તે પણ બરાબર નથી. વાસ્તવિક રીતે તે ભવિષ્યમાં થનારા સંથારાને ઉપયોગી સામગ્રી તૈયાર કરાય છે. તે સર્વ સામગ્રી તૈયાર થશે એટલે સંથારાની શરૂઆત અને સમાપ્તિ બને એક સાથે એક જ સમયમાં થશે, સૂત્ર નયની એ માન્યતાને મિથ્યા કહેવી કે માનવી તે મિથ્યાત્વ છે; માટે આપ “ચલાતું એ ચલાયું” વગેરે વચને ત્રાજુસૂત્ર (નિશ્ચય) નયથી યથાર્થ અને વ્યવહારનયથી ઔપચારિક માનો ને સ્વીકારો.
જે આપને આપના વિચારો જ સાચા ને સર્વજ્ઞ પ્રભુના વચન મિથ્યા સમજાયા હોય તે અમારે આપની સાથે રહેવું કે સબધ રાખવે એ નથી. અમે પરમાત્મા શ્રી વીર પ્રભુના ચરણે રહીશું ને આત્મહિત સાધન કરીશું.
ઉપર પ્રમાણે સ્થવિર મુનિઓએ જમાલિને ઘણી રીતે સમજાવ્યા છતાં મહામિથ્યાત્વના ઉદયથી જ માલિ સમજ્યા નહિં. વ્યવહારનયની અપેક્ષાએ શ્રી વીરપ્રભુના વચનને મિથ્યા માની, સર્વથા મિથ્યા છે એમ કહેવા લાગ્યા. કાજુસૂત્ર નયની દષ્ટિને જમાલિ સમજી શકાય નહિં.
જે સમયે જમાલિ અને સ્થવિર મુનિઓને આ વાદ થયે તે સમયે પ્રભુ શ્રી મહાવીર સ્વામીજી ચમ્પાપુરી નગરીમાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org