________________ 'પ્રાત: પાઠ કરવા યોદય શ્રાધિકારી શ્રી સરસ્વતી દેવીની સ્તુતિ માત હે ભગવતિ ! આવ મુજ મનમહીં, જ્યોતિ જિમ ઝગમગે તમસ જાયે ટળી; કુમતિ મતિ વારિણી કવિ મનોહારિણી, જય સદા શારદા સારમતિદાયિની....૧. શ્વેતપદ્માસના શ્વેતવસ્ત્રાવૃતા કુન્દ શશી હિમ સમા ગૌરદેહા; સ્ફટિકમાળા વીણા કર વિષે સોહતા, કમળ પુસ્તકધરા સર્વમન મોહતા.....૨. અબુધ પણ કૈક તુજ મહેરને પામીને, પામતા પાર શ્રુત સિન્થનો તે; અમ પર આજ તિમ દેવી કરુણા કરો, - જેમ લહીયે મતિ વિભવ સારો.... 3. હંસ તુજ સંગના રંગથી ભારતી, જિમ થયો ક્ષીર નીરનો વિવેકી; તિમ લહી સાર નિઃસારના ભેદને, આત્મહિત સાધુ કર મુજ પર મહેરને....૪. દેવી તુજ ચરણમાં શિર નમાવી કરી, . એટલું યાચીએ વિનય ભાવે કરી; યાદ કરીએ તને ભકિતથી જે સમે, જીભ પર વાસ કરજે સદા તે સમે.....૫. રચયિતા : આ. વિજયદેવસૂરિ મહારાજના શિષ્યરત્ના આ. વિજય હેમચન્દ્રસૂરિ