________________
વિચારસરભ:
: ૩૨૭: ૬૬ જેણે અનુભવ્યું હોય તેને જ સ્મરણ થાય છે.
૬૭ કોઈપણ પદાર્થ સર્વથા ક્ષણિક માની શકાય નહિ, પણ ઉત્પાદવ્યયધ્રૌવ્યરૂપ માનવામાં આવે તે જ વ્યવસ્થા ચાલે.
૬૮ વસ્તુસ્થિતિથી વિરુદ્ધ જે કાંઈ કલ્પના કરવામાં આવે તે સર્વ પિતાને જ બધનકર્તા થાય છે.
૬૯ ગુણ ગુણી સિવાય રહી શકતો જ નથી.
૭૦ જે કહેશે કે પરમાત્મા દેહમુક્ત-વીતરાગ-કૃપાળુસ્વતંત્ર ને સર્વજ્ઞ છે, તે તેને આવું અપૂર્ણ અને અનેક દેથી પૂર્ણ જગત બનાવવાનું પ્રયોજન શું છે?
૭૧ પ્રયજન વગર મન્દ પણ પ્રવૃત્તિ કરતું નથી.
૭૨ ખરા પરમાત્મા તો જે જીવાત્માઓ સકલ કર્મ વિમુક્ત બની–પૂર્ણજ્ઞાની, અવ્યાબાધ સુખમાં લીન, સ્વસવરૂપમાં તન્મય બની પરમ પદ પામે છે તે જ છે.
. ૭૩ વિશ્વને સંપૂર્ણ આદર્શ ચરિત્ર અને પરમ સુખના . માર્ગનું દર્શન કરાવવાપૂર્વક કેઇની પણ અવનતિ કે કષ્ટમાં કારણભૂત ન થવું ને અતિમ પળ ભેગવી સિદ્ધશિલામાં શાશ્વત થવું એ જ વાસ્તવિક પરમાત્મપણું છે.
૭૪ મુક્ત જીવાત્મા જ્ઞાનાદિ ગુણમુક્ત હોય છે એ માનવું મિથ્યા છે.
૭૫ ઈન્દ્રિયોથી થતું જ્ઞાન કે વિષયોથી મળતું સુખ મુક્તાત્માને ન માનવામાં કેઈપણ વિરોધ નથી.
૭૬ વાસ્તવિક જ્ઞાન અને શાશ્વત સુખાદિ તે મુક્તાત્માને પણ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org