________________
વિચારસોરભ :
: ૩૧૭ : આત્મા અધ:પતનને પામે છે. તેથી જ સંસારમાં ભળે છેદુઃખી થાય છે. •
૧૩૫ મળેલ શ્રદ્ધાને પણ મિથ્યાત્વના વિપરીત વચને લૂંટી લે છે.
૧૩૬ મિથ્યાત્વના ભોગ ન બનતાં અવિચ્છિન્ન પ્રભાવશાલિત્રિકલાબાધિત શ્રી વીતરાગ પ્રભુના શાસનમાં અવિચલ શ્રદ્ધા ધારણ કરી, મળેલ મનુષ્યજન્મને સાર્થક કર ને સદુગતિના ભાજન થવું.
શિવભૂતિ
૧ પાછલી રાતે પિશાચેનું બળ ઘટી જાય છે.
૨ પ્રતાપી પુરુષ જ્યાં રાજ્ય કરતા હોય ત્યાં પ્રજાને ભય કેમ હોય?
૩ માણસ ધારે તે કરી શકે છે.
૪ બળીયા સાથે બાથ ભીડતાં પહેલાં આપણે આપણી તાકાત તે જેવી જોઈએ.
૫ આપણે ઓછા છીએ, આપણી પાસે સાધન નથી, બળ નથી વગેરે નિર્માલ્ય વાત છે.
૬ માથાભારે એક માણસ હજારોને ભારે પડે છે. ૭ વિચારીને પગલું ભરીએ તે પાછું ફરવું ન પડે. ૮ સાહસ કરીને પસ્તાવા કરતા ધીરે ધીરે આગળ વધવું એ વ્યવહારુ છે. ૯ સ્વચ્છન્દ એ ભૂરી ચીજ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org