________________
વિચારસોરભ ?
: ૩૦૭ : १२ अप्रच्युतामुत्पनस्थिरैकस्वभावं नित्यम् । ૧૩ ભલે મૂર્ખ જગતું મારી માન્યતાને માન્ય ન કરે પણ તેથી તે મિથ્યા છે એમ કહી શકાય નહિં. જે વિચારણા યુક્તિસંગત હોય તે માન્ય કરવી જ જોઈએ.
૧૪ અવયવીના એક એક અવયવમાં જે ન હોય તે અવયવના સમુદાયમાં પણ ન હોય. ૧૫ ઉપચાર કંઈક ન્યૂન પદાર્થમાં કરાય છે.
૧૬ સત્ય માર્ગે ટકી રહેવા કરતાં ઊંધે માર્ગે ગયા પછી પાછું વળવું એ વિશેષ દુષ્કર છે.
૧૭ સાચે જ મેટાની મેટાઈ અપ્રમત્તભાવે ઉદ્યમશીલા રહેવામાં જ સમાયેલી છે.
૧૮ માનવ શરીર અમુક પરિશ્રમ બાદ વિશ્રામ માંગે છે.
૧૯ સજજનોને એ સ્વભાવ હોય છે કે તેઓ કઈ પણ કાર્ય પોતે પાર પામી શકે તેમ ન હોય તે તેની શરૂઆત કરતાં નથી, અને કદાચ શરૂ કરે તે તેને પ્રાણુને પણ અધવચમાં અપૂર્ણ મૂકતા નથી.
૨૦ શાસ્ત્રજ્ઞા ન પળાયાથી ઘણે જ અનર્થ થશે. ૨૧ રાણકપુર જેવી બાંધણી બીજે કઈ સ્થળે નથી.
૨૨ દેષના ભાગી થવા કરતાં લાભ એ થાય તે વધારે ઉત્તમ છે.
૨૩ સડેલ પાન ગમે તેવું સુંદર હોય તે પણ ત્યજી દેવું જોઈએ, નહિં તે બીજા અનેકને બગાડે છે.
૨૪ આચારભ્રષ્ટ કરતાં વિચારણ આત્મા વિશેષ ભયંકર છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org