SearchBrowseAboutContactDonate
Page Preview
Page 320
Loading...
Download File
Download File
Page Text
________________ માત્મા છે : ૩૦૩ : આવૃત છે. તે કર્મને લઈને તેની જ્ઞાનશક્તિ-દર્શનશક્તિચારિત્રશક્તિ-વીર્યશક્તિ વગેરે દબાયેલ છે. કેઈ પૂછે કે આત્મા ને કર્મનો સમ્બન્ધ ક્યારથી થયે? તેના ઉત્તરમાં એમ જ કહી શકાય કે તે અનાદિ છે. કેટલાએ પદાર્થો જ એવા હોય છે જેની શરુઆત હોતી જ નથી, પરમ્પરા ચાલ્યા જ કરતી હોય છે. સેના ને માટીના સમ્બન્ધમાં પણ વ્યવહારમાં એ જ પ્રમાણે કહેવાય છે. અને જે પ્રમાણે જેની આદિ જાણવામાં નથી એવા સેનાને પણ માટીથી જુદું પાડી શુદ્ધ બનાવી શકાય છે તે જ પ્રમાણે આત્મા પણ અનાદિ કર્મ સંયુક્ત હોવા છતાં તેથી છૂટે કરી શકાય છે. ૪. આત્માને સંસારમાં રહેવાના સુખ-દુઃખમય સ્થાને નીચે પ્રમાણે છે. સૂમનિગોદ-બદરનિગોદ (સાધારણવન સ્પતિ) એ સ્થળે આત્મા અત્યન્ત દુખી હોય છે. એક સાથે એક જ શરીરમાં અનંત જી સાથે રહેવું પડે છે. વારંવાર જન્મ મરણ ચાલુ જ હોય છે. ત્યાંથી પછી સૂમ ને બાદર પૃથ્વી, જલ, અગ્નિ અને વાયુકામાં એક સાથે અસં ખ્યાત છ સાથે રહેવું પડે છે. ત્યારબાદ ક્રમશઃ જીવને રહેવાને શરીરને વિકાસ પ્રાપ્ત થાય છે. પ્રત્યેક વનસ્પતિમાં એક શરીરમાં એક જ જીવ રહે છે. પછી અનુક્રમે બેઈન્દ્રિય, ત્રિ-ઈન્દ્રિય, ચઉરિન્દ્રિય, નારક, તિર્યચપંચેન્દ્રિય, મનુષ્ય ને દેવ, તેમાં તિર્યંચ સુધી આત્માને ઘટતું પણ વિશેષ દુઃખ હોય છે. મનુષ્યમાં સુખદુઃખ સમાનતા રહે છે. જ્યારે દેવામાં વિશેષ સુખ અને અ૫ દુઃખ હોય છે. આ સર્વ છતાં તેમાં શાશ્વત સુખ મેળવવાનો અધિકાર કેવળ મનુષ્યને જ છે. ૫. આત્માને સંકોચ વિકાસ સ્વયં નથી થતું અર્થાત આત્મા નાને યા માટે જે થાય છે તે કર્મને યુગે થાય છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001215
Book TitleNihnavavada
Original Sutra AuthorN/A
AuthorDharmdhurandharsuri
PublisherSankheshwar Parshwanath Jain Derasarni Pedhi Mumbai
Publication Year
Total Pages346
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, & Story
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy