________________
: ૨૮૮ :.
નિતવવાદ:
જેમ કોઈ માણસને માથે ખૂબ જ હોય અને સખત તાપમાં થઈને તે આવતું હોય ત્યારે તેને માથેથી તે બેજ લઈ લેવામાં આવે ને શીતળ છાયામાં વિશ્રામ લે ત્યારે તેને હું સુખી થયે, મને સુખ મળ્યું એવું લાગે છે. પણ તે સ્પષ્ટ ભ્રમ છે. દુઃખ દૂર થયું તેને સુખ માની લીધું છે, તેથી જ કહેવાય છે કે “મારામે જુથી સંવૃત્તtsઠ્ઠમ્ ૩રાત” વળી કોઈને ખુજલી થઈ હોય ને ખુબ ચળ આવતી હોય ત્યારે તેને ખણવામાં આવે તે સુખ થતું હોય એમ લાગે છે, પણ તે સુખ નથી. ખુજલીથી તીવ્ર ચળનું દુઃખ કાંઈક દૂર થાય છે, અને વિશેષ ખણવામાં આવે તો તે જ દુઃખ વધારી મૂકે છે. એટલે કર્મસંગથી આત્માને દુઃખ અને તેની અંશે અંશે ઉપશાતિ થયા કરે છે. દુઃખમાં દુ:ખી ને તેની અંશથી થતી શાન્તિમાં સુખી લાગે છે; માટે કહ્યું છે કે –
तृषा शुष्यत्यास्ये पिबति सलिलं स्वादु सुरभि, क्षुधातः सन् शालीन् कवलयति मांस्पाकवलितान् ।। प्रदीप्ते कामाग्नौ दहति तनुमाश्लिष्यति वधू, प्रतीकारो व्याधेः सुखमिति विपर्यस्यति जनः।।
જે અન્ય વાસ્તવિક સુખ ન જ હોય તેને આરોગ્ય કે જમ ન થઈ શકે માટે આત્માને સુખ નામના એક ગુણ સ્વાભાવિક છે ને દુઃખ નથી.
એ જ રીતે વિય, જ્ઞાન વગેરે આત્માના સ્વાભાવિક ગુણે છે પણ નિર્બળતા-અજ્ઞાન વગેરે કર્મથી થતા હોવાથી આત્માના ગુણ નથી. એટલે આત્મા એક પ્રકારને નથી પણ અનેક પ્રકાર છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org