________________
આત્મવાદ :
: ૨૮૭ :
માની શકાતું નથી. એ પ્રમાણે શુદ્ધ આત્મામાં જ્ઞાન, સુખ, વીર્ય વગેરે સ્વાભાવિક રહે છે. દુઃખ વગેરે તે કર્મ-પુદ્ગલના સંસર્ગથી આવેલા છે. ઉપાધિથી આવેલા તે આત્માના ગુણ તરીકે મનાય નહિં.
બે- જે દખ એ આત્માને ગુણ નથી તે સુખ પણ નથી.
જે પ્રમાણે કર્મ વગેરેના સંસર્ગથી દુઃખ આત્મામાં આવે છે તે જ પ્રમાણે સુખ પણ કર્મસંસર્ગથી જ આવે છે, માટે સુખને પણ આત્માને ગુણ માન ન જોઈએ, માટે જ કહેવાય છે કે.
कर्मण एव सामर्थ्य-मेको दुःख्यपरः सुखी ॥ એટલે જે સુખ આત્મગુણ છે તે દુઃખ પણ છે; ને નથી તે બન્ને નથી.
સ્યા-ઉપાધિથી થતું સુખ એ સુખ નથી પણ સુખ જુદું છે.
દુખ ઉપાધિથી થાય છે પણ સુખ ઉપાધિથી થતું નથી. કર્મના સમ્બન્ધથી આત્મા દુઃખી થાય છે પણ સુખી થતો નથી, કારણ કે કર્મ ન હોય તે જ આત્મા સુખી છે. શુભ કર્મથી સુખનાં સાધને મળે છે અને તેથી આત્મા સુખી થાય છે એ જે જણાય છે તે બરાબર-વાસ્તવિક નથી; કારણ કે પુણ્યકર્મથી દુઃખનાં સાધનો મળતાં નથી અને દુઃખ દૂર કરવાનાં સાધને મળે છે. એટલે તે સાધનથી એટલે એટલે અંશે દુઃખ દૂર થાય છે તેટલે અંશે આત્મા પિતાને સુખી સમજે છે. અર્થાત્ ત્યારે તેને દુઃખના નાશમાં સુખને આરેપિત–ભ્રમ થાય છે પણ વાસ્તવિક સુખ તે જુદું જ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org