________________
: ૨૮૪ :
નિવવાદ: છીપ કે કોઈ પણ પદાર્થમાં રૂપાને ભ્રમ થતો નથી. વાસ્તવિક રૂપું ને તેનું સત્ય જ્ઞાન છે માટે તેને ભ્રમ થાય છે. કોઈને પણ આ આકાશનું ફૂલ છે કે વાંઝણીને કરે છે એવું મિથ્યા જ્ઞાન પણ થતું નથી, માટે આ સ્પષ્ટ દેખાતા પદાર્થોને ભ્રમાત્મક માનતા અન્ય કોઈ સ્થળે તેને સાચા માનવા જ પડશે. બીજું ભ્રમાતમક પદાર્થથી કોઈ પણ કાર્યની સિદ્ધિ થતી નથી. સ્વપ્રમાં જણાતા પદાર્થો કોઈ પણ પ્રકારના કામમાં આવતા નથી. ઝાંઝવાના જળથી તરસ છીપતી નથી. એ પ્રમાણે આ દેખાતા પદાર્થો પણ કાલ્પનિક માનવામાં આવે છે તેથી પણ કંઈ પણ કાર્ય થાય નહિં. ત્યાં પણ એમ કહેશે કે કોઈપણ કાર્ય થતું જ નથી, દેખાતા કાર્યો પણ ભ્રમ છે, તે તમારી વિચારાનો છેડે જ નહિં આવે. સર્વ વિચારણાઓ અવ્યવસ્થિત થઈ જશે. વનમાં બનતા પદાર્થો અને જાગૃત દશામાં મળતા પદાર્થો બન્ને એક સરખા ભ્રમરૂપ છે તો બનેથી એક સરખા ફલ કેમ નથી નીપજતા ? સમાન ફળ થવા જોઈએ. જે માટે કહ્યું છે કે –
आशामोदक तृप्ता ये, ये चास्वादितमोदकाः । रसवीर्यविपाकादि, तुल्यं तेषां प्रसज्यते ।।
વિશેષ તો શું પણ બાહ્ય વસ્તુને ભ્રમાત્મક સિદ્ધ કરવા પ્રયત્ન કરતા તમને કોઈ કહેશે કે વિજ્ઞાન પણ નથી, તે પણ એક ભ્રમ છે તે તેનો પ્રતીકાર પણ નહિં કરી શકે, કારણ કે તમે પોતે જ ભ્રમરૂપ છે, તમારાથી સત્ય વસ્તુ માની શકાય નહિં એ રીતે તમારે આખર શૂન્યવાદનું શરણ સ્વીકારવું પડશે એટલે ઘટ, પટાદિ સર્વ વાસ્તવિક પ્રમાણસિદ્ધ છે એમ માનવું જોઈએ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org