SearchBrowseAboutContactDonate
Page Preview
Page 284
Loading...
Download File
Download File
Page Text
________________ રામવાદ : કારણ વગર કાર્ય બનતું જ નથી, માટે જ્યાં અજ્ઞાન છે છતાં વચનવ્યવહાર ચાલે છે ત્યાં સમજવું જોઈએ કે આ બોલવામાં કાંઈક પ્રયોજન-કારણ છે. વસ્તુસ્વરૂપનો અનભ મિથ્યાભિનિવેશથી માને છે કે હું સર્વ જાણું છું. જગત એમ ન સમજે કે આને કાંઈ નથી આવડતું તે માટે તે પિતાને જેનું ભાન ન હોય તેને માટે અગડબગડે હાકે રાખે છે. મુવમરતોતિ વણં તરાતા તી–મોટું છે માટે કહેવું કે હરડે દશ હાથની હોય છે, એવી તેમની સ્થિતિ હોય છે. - તુ પણ સ્વર્ગ કે નરકનું સ્વરૂપ કહેવા તત્પર બને છે. ત્યાં તેને તે વસ્તુ પ્રત્યે રાગદ્વેષ નથી એમ નથી, કારણ કે તું તે માનત જ નથી–તને તેનું જ્ઞાન નથી છતાં તું તેનું વર્ણન કરીશ તે તેમાં તે વસ્તુ હશે તેના કરતાં ખરાબ વર્ણવીશ. તારે મતાગ્રહ તને તેમ કરાવશે. અને એ જ રાગદ્વેષની છાયા છે. જેમના રાગષ મૂળથી નાશ પામ્યા હોય છે તેમનું અજ્ઞાન પણ નાશ પામ્યું જ હોય છે. સર્વ પદાર્થોનું સંપૂર્ણ જ્ઞાન તેમને હોવાથી તેઓ કદી પણ વસ્તુસ્વરૂપને કથનમાં ફેરફાર કરતા નથી. જે જેવું હોય તેવું જ જણાવે છે, માટે જ તેમના વચન પ્રમાણભૂત છે. ( ૩ ) ચા–વીતરાગને વચનવ્યવહારનું કાંઈ કારણ નથી. તમે જે રાગદ્વેષ વગરના અને સંપૂર્ણ જ્ઞાની મહાપુરુષનું સ્વરૂપ જણાવે છે, તેવા મહાપુરુષને બેસવાનું કોઈપણ પ્રયોજન નથી. વચનવ્યવહાર રાગદ્વેષથી જ થાય છે, અર્થાત વીતરાગતા અને વચનવ્યવહાર એ બને પરસ્પરવિરુદ્ધ છે; માટે જે વચનવ્યવહાર હોય તે તેઓ વીતરાગ જ નથી અને વીતરાગ છે તે તેમનું વચન જ સંભવતું નથી એટલે આગમને પ્રમાણપણે સ્વીકારાય નહિં. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001215
Book TitleNihnavavada
Original Sutra AuthorN/A
AuthorDharmdhurandharsuri
PublisherSankheshwar Parshwanath Jain Derasarni Pedhi Mumbai
Publication Year
Total Pages346
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, & Story
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy