________________
પ્રકરણ બીજુ.
( ચાર્વાક મતખંડન )
(૧) કોઈએક ઉપવનમાં એક સ્યાદ્વાદી વિહરતા હતા, તેવામાં ત્યાં એક ચાર્વાક નાસ્તિક આવી ચડ્યો. સ્યાદ્વાદીએ તેને પૂછ્યું કે “કેમ ભાઈ ! તારો આત્મા તે આનદમાં છે?” તે સાંભળી ચાર્વાકે કહ્યું કે “આત્મા એ શું છે? મને તે વિશ્વમાં આત્મા જેવી કોઈ વસ્તુની હસ્તિ જણાતી નથી. મારી પાસે તે તે કાંઈ નથી તમે મને “તારો આત્મા તે આનન્દમાં છે ને?” એમ કેમ પૂછે છે? બાકી મારું કુટુમ્બ, શરીર, બાળબચ્ચાં આદિ સર્વ મજામાં છે. તેનું આવું વિચિત્ર કથન સાંભળી સ્યાદ્વાદીએ પૂછ્યું –
સ્યાદ્વાદી–આત્મા નથી એમ તું શાથી કહે છે ? ચાવક–આત્મા પ્રમાણસિદ્ધ પદાર્થ નથી.
પ્રમrોઇ વસ્તુ સજે પદાર્થ પ્રમાણથી સિદ્ધ થાય તે જ વાસ્તવિક છે, પણ જે માનવાને કઈ પ્રમાણ નથી તે વસ્તુ નથી. આત્માને માટે કોઈપણ પ્રમાણ નથી, માટે તે અસત્ છે. આત્મા માનવાને કઈ પ્રમાણ હોય તે બતાવે.
સ્યા–આત્મા આગમપ્રમાણથી સિદ્ધ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org