________________
: ૨૬૦ :
નિહ્નવવાદ : સમનક પંચેન્દ્રિય જીવેને સર્વશક્તિવાળા પુદ્ગલે મળવાથી તેઓ સમજવા-વિચાર કરવા સુધી સર્વ કરી શકે છે.'
આ પ્રમાણે જુદા જુદા પુદ્ગલેમાં જુદી જુદી શક્તિઓ રહેલી હોય છે પરંતુ તેથી આત્માની જરૂર નથી એમ નથી. જડ પદાર્થોમાં રહેલી શક્તિ સ્વયં વ્યવસ્થિત કાર્ય કરી શકતી નથી. જડ પદાર્થો હંમેશા એકસરખું કાર્ય કર્યા કરે છે તેમાં સ્વયં ફેરફાર કરવાની તાકાત નથી હોતી.”
કોઈ પણ સચેતન પદાર્થ માનવામાં ન આવે ને કેવળ પંચભૂતના સંગોથી જ બલવાચાલવા વગેરેને વ્યવહાર ચલાવવામાં આવે તો જેમ ચૂડીવા (Gramophone) બોલે જ જાય છે તેમ આ પુદ્ગલ પણ એકસરખું–સતત બેલ બેલ જ કરે. યંત્રના પૈડાની માફક ચાલ ચાલ જ કરે. કયે સમયે શું બોલવું ? કયે સમયે બોલતા બંધ થવું ? કયારે ચાલવું? કયારે વિશ્રાન્તિ લેવી–અટકી જવું? વગેરે વ્યવસ્થિત વ્યવહારને માટે તે પંચભૂતોની શક્તિ ઉપર સચેતન નિયન્તાની જરૂર છે.”
નિયન્તા (driver) વગરની ગાડી જેમ સમુદ્રમાં કે જગલમાં જ્યાં ત્યાં ભટકાય ને અપકાળમાં નાશ પામે તેમ ચેતનની સત્તા વગરના પુદ્ગલે પણ અહીં-તહીં અથડાઈને અને અસ્તે વ્યસ્ત બની વિનાશ પામે પણ તે સર્વ શક્તિ ઉપર જ્ઞાનવાળા ને વિચારશક્તિવાળા આત્માને પૂર્ણ કાબૂ છે માટે જ તેઓ વ્યવસ્થિત કામ કરે છે.”
સુન્દર વ્યવહારની વ્યવસ્થા માટે આત્માની ખાસ જરૂર છે માટે આત્મા માન જોઈએ.” પ્રદેશના અતિમ ઉગાર–
શ્રી કેશિગણધર મહારાજનું યુક્તિયુક્ત પ્રવચન શ્રવણ કરી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org