________________
આત્મવાદ :
૨૫૯ ?
એમાં તો શું? પણ આત્મા, પાણી કે પત્થર, લેહ કે વજ, વન કે પર્વત, નગર કે સાગર, આકાશ કે પાતાળ, કેઈ પણ સ્થળે ગમે તેવા આવરણે હોય તો પણ તેને ભેદીને અવ્યાહત ગતિએ રોકાયા સિવાય જઈ શકે છે; માટે હે રાજન ! આમા છે.”
( ૭ ). બોલવા ચાલવા વગેરેને નિર્વાહ થાય છે માટે આત્મા ન માનો એમ નહિ.
“ભૂપ ! જેમ માદક પદાર્થો એકઠા કરવાથી તેમાં જેમ માદક શક્તિ ઉત્પન્ન થાય છે, તેમ પંચભૂતના મળવાથી બેલવા ચાલવા વગેરેની શક્તિ ઉત્પન્ન થાય છે ને જગતના તમામ વ્યવહારો ચાલે છે; માટે આત્મ માનવાની જરૂર નથી એમ જે તે જણાવ્યું તે પણ ઠીક નથી.”
“અમુક અમુક જાતના પગલે મળવાથી બાલવા ચાલવા વગેરેની શક્તિ થાય છે તે ઠીક છે. એકેન્દ્રિય જી જેવા કે ઝાડ, પાન, ફળફૂલ, પાણી, પત્થર વગેરે અમુક પુદ્ગલે નહિ. મળવાને કારણે બેલી ચાલી શકતા નથી. બેઈન્દ્રિય જી શંખ, કડા, જળ, અળસીયા વગેરે સુંઘવાની શક્તિવાળા પુદ્ગલે નહિં મળવાને કારણે સૂંઘી શકતા નથી. ત્રિ-ઇન્દ્રિય છે કીડી, મકડી, ઈયળ, કુંથુ વગેરેને દેખવાની શક્તિના પુદ્ગલ ન મળવાથી તેઓ દેખી શકતા નથી. ચઉરિન્દ્રિય છ માખી, ભમરી, ભમરા, વીંછી, તીડ વગેરે દેખી શકે છે પરંતુ સાંભળી શકતા નથી; કારણ કે તેઓને સાંભળવાની શક્તિવાળા પુદ્ગલે મળ્યા નથી. કેટલાક અમનસ્ક પંચેન્દ્રિય જીવે એવા હોય છે કે જેઓ બોલચાલી સૂધી દેખી ને સાંભળી શકે છે; પણ સમજી શકતા નથી, વિચાર કરી શકતા નથી,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org