________________
: ૨૪૬ :
નિહ્નવવાદ : પણ તારા એ સર્વ પ્રયત્ન ઊંધા હતા. એટલે તેને આત્મા ન મળે. તને આત્મા ન મળે માટે આત્મા નથી એ તારું કહેવું યથાર્થ નથી.
વળી હું પણ આ સંયમ, તપ, જપ વગેરે કરું છું તે વિચાર વગર કરૂં છું એમ ન સમજતો. એના ઘણા ફાયદાઓ મેં વિચાર્યા છે, ને મને તે સર્વ સત્ય સમજાયાથી મેં આ પથ ગ્રહણ કર્યો છે.
“જગમાં જમીને ઉદરપૂર્તિ તે પશુઓ પણ કરે છે, મનુષ્ય કરતાં તિર્યએ વિષયસેવન વિશેષે કરી શકે છે. તિર્યંચોને શારીરિક નીરગિતા ને સમ્પત્તિ મનુષ્યથી સારી હોય છે. અર્થાત્ માનવજન્મ પામીને શરીર પુષ્ટ કરવું, વિષએમાં આસક્ત થવું અને પેટ ભરવું એ જ જે કર્તવ્ય હોય તો માનવજન્મ કરતાં પશુજન્મ વિશેષ ઈછનીય છે; પરંતુ મનુષ્ય જન્મ પામવાનું કર્તવ્ય એ જ છે કે તે પામી તત્ત્વને સમજવાં, સમજીને તત્વમાર્ગે આચરણ કરવું ને અને પરમ તવ પ્રાપ્ત કરવું.
સંસારમાં આધિભૌતિક સુખની મારે તારી માફક બિલકુલ ન્યૂનતા ન હતી, પરંતુ મને એ સર્વ સુખો ક્ષણિક ને અપૂણ સમજાયાં ત્યારે તત્ત્વપ્રાપ્તિને માટે આ માર્ગ મને સમજાયે. આ માર્ગે અનેક આત્માઓએ પરમતત્વ પ્રાપ્ત કર્યું છે, એમ મેં જાણ્યું-વિચાર્યું, મને વિશ્વાસ આ એટલે મેં પણ આ માર્ગ ગ્રહણ કર્યો છે.
હે રાજન ! જે વસ્તુને જે સ્વભાવ હોય તે સ્વભાવે તે વસ્તુને સમજીએ તો જ તે વસ્તુ સમજાય છે, પરંતુ તેના સ્વભાવ કરતાં વિપરીત રીતે તેની તપાસ કરીએ તો તે વસ્તુ પ્રાપ્ત થઈ શકે નહિ. પવન આંખવડે દેખી શકાતો નથી. જે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org