________________
આત્મવાદ :
: ૨૪૩: એ વગર વિચારે–એમ ને એમ દીધે રાખું છું એમ ન સમજતે. મે આત્માની ખૂબ ખોજ કરી છે. આત્માને જોવા માટે અનેક પ્રયત્નો કર્યા છે, છતાં કોઈ પણ સ્થાને કોઈપણ રીતે આત્મા ન જ મળે એટલે મેં નિર્ણય કર્યો કે “આતમાં છે એમ જે કહેવાય છે તે મિથ્યા છે.”
“સાંભળ!-આત્મા માટેની મારી મહેનત-તપાસ આ પ્રમાણે હતી...'
(૧) મારી માતા ધર્મિષ્ઠ શ્રાવિકા હતી, તે મારામાં ધર્મના સંસ્કાર પાડવા માટે ઘણું જ પ્રયત્ન કરતી ને મારા પિતા નાસ્તિક હતા. તે મને “ધર્મ વગેરે સર્વ હંબગ (Humbug) જૂઠું છે.” એમ કહીને ધર્મથી વિમુખ બનાવવા યત્ન કરતા, માતા ને પિતા બનેને હું ખૂબ પ્રિય હતા.
જ્યારે મારી માતા મરણ પામી ત્યારે મેં તેને કહ્યું કે“હે મા ! તે દયામૂલ ધર્મની આરાધના ખૂબ કરી છે તેથી તું અવશ્ય સ્વર્ગમાં જઈશ, માટે ત્યાં ગયા પછી મને પ્રતિબંધ કરવા માટે આવજે કે જેથી હું ધર્મ પર શ્રદ્ધાસુ બની અહિંસામય ધર્મની સેવના કરીશ.”
મારા પિતાના અવસાન સમયે પણ મેં તેમને જણાવ્યું હતું કે હે પિતા તમે વાસ્તવિક તો કંઈ પણ ધર્મ કર્યો નથી એટલું જ નહિં પણ કેવળ ધર્મની નિન્દા કરી કરીને પાપ જ ઉપાર્જન કર્યું છે, માટે તમે નિશ્ચયે નરકે જવાના છે તે ત્યાં ગયા બાદ મને કહેવા આવજે કે “પાપ કરવાથી હું નરકમાં દુઃખ ભોગવું છું” જેથી હું નાસ્તિક ન બનતા મિક બની સ્વર્ગમાં જઈશ.”
તે બનેના મૃત્યુ પછી ઘણે કાળ મેં તેમના આગમન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org