________________
નિહ્નવવાદ: ( ચલાતું-ચાલ્યું, ઉદરિણા કરાતું ઉદીયું, યાવત નિર્જર કરાતું નિર્જયું.) તે અસત્ય છે. આ પ્રત્યક્ષ દેખાય છે કે સંથારો કરાતો-કરાયો નથી એમ કહેવાય છે પણ કરાયે છે એમ કહેવાતું નથી. એ જ પ્રમાણે ચલાતું હોય ત્યારે ચાલ્યું, ઉદીરાતું હોય ત્યારે ઉદીયું અને નિર્જરાતું હોય ત્યારે નિર્જયું એમ કહેવાતું નથી પણ ચાલે છે, ઉદીરાય છે, નિર્જરાય છે એમ વ્યવહાર ચાલે છે, માટે શ્રી વીરપ્રભુનું કથન અસંભવિત અને અસત્ય છે.
મુનિઓને જમાલિનું કથન–ઉપર પ્રમાણે મનમાં નિશ્ચય કર્યા પછી જમાલિ મુનિ સાધુઓને બોલાવી તેમને પિતાનો વાદ આ પ્રમાણે સમજાવવા લાગ્યા. “મુનિઓ ! શ્રી મહાવીર પ્રભુ કહે છે કે વિચમાં (કરાતું હોય તે કરાયું) કહેવાય વગેરે, તે અસત્ય છે; કારણ કે સર્વ પ્રમાણે કરતાં બલવત્તર-વધારે બળવાન પ્રમાણે પ્રત્યક્ષ છે. માટે જ કઈ કહે કે અગ્નિ શીતલ છે, તે તે માની શકાય નહિં. પ્રત્યક્ષ સિદ્ધ છે કે અગ્નિ ઊષ્ણ છે પણ શીતલ નથી. એ જ પ્રમાણે પ્રત્યક્ષથી સિદ્ધ છે કરાતું એ કરાતું કહેવાય પણ કર્યું કહેવાય નહિં. બીજું તેઓ મહાન છે માટે સત્ય જ કહે, ભૂલે જ નહિં એમ પણ માની શકાય નહિં “માન્તોsfપ સવનિ ફ્રિ” મેટા પણ ભૂલે છે; માટે જે યુક્તિ-તર્કને વ્યવહાર સિદ્ધ હોય તે જ માનવું જોઈએ. તમે આ સંથારે કરતા હતા ને મેં પૂછયું કે સંથારો કર્યો ? ત્યારે તમે કરીએ છીએ-કરાય છે, એ પ્રમાણે કહું ને તે બરાબર–યથાર્થ જ કહ્યું છે. કરાતું હોય ત્યારે કર્યો છે એમ મિયા કેમ કહી શકાય ! માટે તમારે પણ ચિમા છે' વગેરે શ્રી વીરના વિપરીત વચનમાં વિશ્વાસ ન રાખતાં “ચિમા ચિના ને હું ' માનવું ને અને પણ એમ જ કહેવું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org