________________
શિવભૂતિ :
: ૨૦૭ : દિગમ્બરપણે શિવભૂતિ રહ્યા છે તે જાણી બધુનેહે ઉત્તરાએ પણ વસ્ત્રને ત્યાગ કર્યો ને દિગમ્બરા થઈને ભાઈની પાછળ ગઈ.
ગોચરીને સમય થયે એટલે ઉત્તરાએ નગ્નપણે જ નગરમાં ગોચરી માટે પ્રવેશ કર્યો. તેનું રૂપ અપૂર્વ હતું. સભ્યજન તેને નગ્ન જોઈને લાનિ અનુભવવા લાગ્યા. કામીજનો કુદષ્ટિથી તેને નીરખવા લાગ્યા.
તે સમયે છજામાં બેઠેલી એક વારાંગનાએ ઉત્તરાની આ સ્થિતિ ને તેથી ઉત્પન્ન થતું જનતાનું વાતાવરણ નીહાળ્યું. ગણિકાને લાગ્યું કે આવી તપસ્વિનીઓ નગ્ન ભટકશે તો અનર્થ થશે. વેશ્યાઓ પ્રત્યેની લેકોની અભિરુચિ ઓછી થઈ જશે. - ગણિકા ઉપરથી જોઈ રહી છે એટલામાં ઉત્તરા નીચી દષ્ટિથી ધીરે ધીરે ચાલતી તે છજા નીચે આવી ત્યારે ગણિકાએ ઉપરથી એક વસ્ત્ર તેના ઉપર નાખ્યું. દાસીને મોકલીને વસ્ત્ર પહેરાવ્યું. લજાના ભારથી દબાયેલી તેણે આનાકાની કરતાં કરતાં પણ સ્વીકાર્યું-પહેર્યું.
ગોચરી લઈને શિવભૂતિ પાસે જઈને તેણે બનેલ સર્વ બનાવ સવિસ્તર કહી સંભળાવ્યો. શિવભૂતિએ ઉત્તર આપતાં જણાવ્યું કે
સ્ત્રીઓ નગ્ન ન રહી શકે. તું વસ્ત્ર રાખ. સ્ત્રીને સંપૂર્ણ ચારિત્ર સંભવતુ જ નથી.”
ભાઈની અનુમતિથી ઉત્તરાએ વસ્ત્ર રાખવાનું સ્વીકાર્યું. શિવભૂતિની સમજાવવાની શક્તિ સારી હતી એટલે તેણે બે શક્તિવાળા શિષ્યો કર્યા.
Jain Education International
FOT "
For Private & Personal Use Only
www.jainelibrary.org