________________
शासनपति-श्रीवीरस्वामिने नमः । ... श्रीगौतमस्वामिने नमः । श्रीअर्हत्प्रवचनं विजयतेतराम् । णमोऽत्थु णं गुरुसिरिनेमिसूरीणं ॥ નિનવવાદ.
નિહવવાદ=જૈનદર્શનના સૂક્ષ્મ તોમાં વ્યાહઅસદુગ્રહને નિરાસ કરી. તે તે તને વિશદ રીતે સમજાવતી વિદ્વાનોની તલસ્પશિ વિચારણા
જૈન સાહિત્યમાં અનેક તત્વજ્ઞાનના ઝરણાઓ વહે છે, કે જ્યાં તત્ત્વજ્ઞાનપિપાસુઓ આવીને પોતાની પિપાસા શાન્ત કરે છે. એવા અનેક ઝરણાઓમાં ગણધરવાદ અને નિહ્નવવાદ એ બે મહાન ઝરણાઓ છે. તેમાં ગણધરવાદનો પ્રવાહ ચાલુ માર્ગમાં વહેતું હોવાથી તેને લાભ અનેક આત્માઓને મળે છે, પરંતુ નિહવવાદને પ્રવાહ ગહન-ગંભીર ને ગુમ હોવાથી ઘણું છે તેથી વંચિત રહે છે. અહિ તે નિહ્નવવાદનું વિવરણ કરીને જનતાને તે વાદથી પરિચિત કરાવવાનો પ્રયાસ કરવામાં આવે છે.
તેમાં પ્રથમ ગણધરવાદ અને નિહ્નવવાદની વિશેષતાઓ જાણવી જરૂરી છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org