________________
: ૧૫ર :
નિહ્નવવાદt તે વસ્તુઓની માંગણી કરવાથી સ્પષ્ટ થઈ જાય કે અમુક જ વાસ્તવિક પદાર્થો છે; બાકી મિથ્યા છે. ”
ઠીક, જ્યારે આ પ્રશ્રો થયા એટલે તે નક્કી થયું હશે કે “નેજીવ ” છે જ નહિં. પછી રેહગુપ્તનું શું થયું?”
“જીવ” નથી એવું સિદ્ધ થયું એટલે રાજા સાહેબે શ્રીગુપ્ત સૂરિજી મહારાજને સારું સન્માન આપ્યું ને તેમને વિજય થયે છે એવું જાહેર કર્યું. રેહગુપ્તને ગુરુની સામે થવાને કારણે સર્વ જનોએ ખૂબ ધિકકાર્યા, રાજાસાહેબે પણ તે પરાજિત થયેલ છે એવું કહી રાજસભાથી દૂર કર્યા-ને સપૂર્ણ નગરમાં “ શ્રીવર્ધમાન જિનપતિનું શાસન વિજય વંત વર્તે છે” એ પડહ દેવરા-ઢોલ વગડાવ્યું.”
શ્રીગુપ્તસૂરિજી મહારાજે રાહગુપ્તને કંઈ પણ કર્યું કે નહીં ?”
“હા, આચાર્ય મહારાજશ્રીએ પણ વાસક્ષેપને બદલે કુંડીમાંથી રાખ લઈને તેમના માથા ઉપર નાખી, નિદ્ભવ જાણું સંઘ બહાર કર્યા. સંભળાય છે કે રાહગુપ્ત આગ્રહ ને અભિમાનને અધીન બની પોતાને સ્વતંત્ર મત ચલાવશે.”
ઠીક થયું, જે થાય છે તે ઠીક છે. ઠીક, ચાલો હવે જઈશું. સમય ઘણે થયો છે. સારું થયું ઉચિત નિકાલ થયે તે.”
( ૧૨ ) શ્રી રેણુગુપ્ત સંઘ બહાર થયા બાદ સ્વમતિકલપના પ્રમાણે પ્રરૂપણ કરવા લાગ્યા. તેમનાથી વૈશેષિક દર્શનને આરંભ-ઉદય થયે. દ્રવ્ય-ગુણ-કર્મ-સામાન્ય-વિશેષ અને સમવાય એમ છ પદાર્થો છે. રૂપ, રસ, ગંધ, સ્પર્શ, સંખ્યા, પરિમાણ, પૃથકત્વ, સંગ, વિભાગ, પરત્વ, અપરત્વ, બુદ્ધિ,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org