________________
ષષ્ઠ નિહ્નવ શ્રી રોહગુપ્ત :
: ૧૩૯ : એ પ્રમાણે આચાર્ય મહારાજે જીવ અને નો જીવ બન્ને સમ્બધિત છે એ સાબિત કર્યું ને સભા વિસર્જન થઈ.
શ્રી રોહગુપ્ત મુનિને હંમેશ છેવટ ચૂપ જ રહેવું પડે છે. આચાર્ય મહારાજ દિનપ્રતિદિન વિજયી બનતા જાય છે એથી એમ લાગે છે કે આચાર્ય મહારાજ પાસે તેઓ કંઈ ફાવશે નહિં.
પછી ચોથે દિવસે શ્રી રહગુપ્ત મુનિએ નજીવ, જીવથી સર્વથા જુદો થઈને ભિન્ન દેશમાં રહેલ છે તે પક્ષનો ત્યાગ કર્યો ને શાસ્ત્રાર્થ શરુ થયે. ચતુર્થ દિવસ
પૂર્વપક્ષવાદી–આપના કથન પ્રમાણે ગિરોલી અને તેના કપાયેલ પુછ વચ્ચે તૈજસકાર્પણ શરીરથી યુક્ત આત્મપ્રદેશ છે, ને તે શરીરે અતિસૂક્ષમ હોવાને કારણે બાહ્ય જ્ઞાનથી જણાતાં નથી. આત્મા અરૂપી હોવાથી ગ્રહણ થતું નથી માટે તે બે વચ્ચે સમ્બન્ધ છે. છતાં બન્ને જુદા જુદા દેશમાં રહ્યા છે તે પ્રત્યક્ષ છે માટે જીવથી તેજીવ ભિન્ન છે.
ઉત્તરપક્ષવાદી-જીવ અને નેજીવ વચ્ચે સમ્બન્ધ છે છતાં તમે તેને જુદે સિદ્ધ કરવા પ્રયત્ન કરે છે એટલે શું? નજીવવાળા વિભાગમાં જીવના થોડા પ્રદેશ છે ને જીવવાળા વિભાગમાં વધારે પ્રદેશ છે માટે બન્ને જુદા છે એમ કહે છે ? જે તમે હા કહેતા હો તો એ જ યુક્તિથી એક જ શરીરમાં સમ્બન્ધ છતાં આંગળી, હાથ, પગ, નાક, કાન, આંખ, હેઠ, વગેરે સ્થળે ને ઘડામાં કાંઠલા વગેરે સ્થળમાં જ્યાં જીવના થોડા થોડા પ્રદેશ છે, ને અજીવના છેડા છેડા પુદ્ગલે છે તે તે વિભાગે પણ મોટા વિભાગોથી જુદા માની તેને પણ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org