________________
: ૧૩૨ :
નિહ્ન વાદ: છે. વિરુદ્ધ લક્ષણ-વિલક્ષણ કહેવાય. અર્થાત બે વસ્તુમાં પરસ્પર વિરુદ્ધ અસાધારણ ધર્મ હોય તે બ ને વસ્તુઓ વિલક્ષણ કહેવાય. વિલક્ષણતા બે પ્રકારે થાય છે; એક તે જુદા જુદા લક્ષણથી અર્થાત્ એકનું સ્વરૂપ કંઈક હોય ને બીજાનું સ્વરૂપ કંઇક હોય. જેમ એક જ સ્થાનમાં રહેનારા ધર્માસ્તિકાય અને અધર્માસ્તિકાય પરસ્પર વિલક્ષણ છે; કારણ કે તે બંનેના સ્વરૂપ જુદા છે. ધર્માસ્તિકાયનું સ્વરૂપ ગતિમાં સહાય કરવાનું છે તે અધમસ્તિકાયનું સ્વરૂપ સ્થિતિમાં મદદ કરવાનું છે. એ પ્રમાણે એક જ આત્મામાં રહેતાં પુણ્ય અને પાપ વિલક્ષણ છે. પુણ્ય સુખને આપનાર છે ને પાપ દુઃખને દેનાર છે. સાકરમાં જે સ્થળે સફેદ રૂપ છે ને તે જ સ્થળે મિષ્ટ રસ પણ રહે છે, છતાં બન્ને એક નથી; કારણ કે રૂપ આંખથી જણાય છે ને રસ જીભથી જણાય છે. એ સ્વરૂપ ભેદરૂપ વિલક્ષણતા થઈ. બીજી વિલક્ષણતા, જુદા જુદા સ્થાનમાં રહેવારૂપ છે. જેમાં પહેલું પેટ, સાંકડે કાંઠલે, ને જલ ધારણ કરવાની શક્તિ તે રૂપ એક જ સ્વરૂપવાળા ઘડાઓ પરસ્પર એક બીજાથી વિલક્ષણ છે, કારણ કે તે જુદા જુદા
સ્થાનમાં-ભિન્ન ભિન્ન દેશમાં રહે છે. જે સ્થાનમાં એક ઘડો. રહે છે, તે જ સ્થાનમાં બીજે ઘડો રહેતો નથી. ને આ બને પ્રકારની વિલક્ષણતા ન હોવાને કારણે પોતે પિતાથી વિલક્ષણ થઈ શકતો નથી. તમે જીવથી નજીવને વિલક્ષણ જણાવે છે
: જો કે નિશ્ચય નય પ્રમાણે તે એક ઘડાથી બીજા ઘડાનું સ્વરૂપ પણ જુદુ હોય છે. એકમાં અમુક દેશોપનિક તે અન્યમાં અન્ય દેશપતકવરૂપ સ્વરૂપ ભિમ છે; છતાં આબાલગે પાલ દેશભેદથી ભિજા પ્રતીત થાય છે. માટે તે વ્યવહારમાં એક સ્વરૂપવાળા મનાય છે, માટે સ્વરૂપ ભેદરૂપ વિલક્ષણતાને છોડી દેશભેદે વિલક્ષણ ગણાવે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org