________________
: ૧૨૮ :
નિકવવાદ : કર્મ-મુક્તિ વગેરે પદાર્થોનું મડન કરે ને તેને જિતવા માટે આપણે તે સર્વનું ખંડન કરીએ, છેવટ આપણો વિજય થાય એટલે એ સાચું કર્યું છે ને તેને ખુલાસો કરવાથી આપણે હલકા પડીએ એવું થોડું છે? વાદમાં વિજય તે બુદ્ધિને થાય છે, સત્ય સિદ્ધાન્તને થડે થાય છે? તું સત્ય સિદ્ધાન્તનું ખંડન કર ને તારાથી વિશેષ પ્રતિભાસમ્પન્ન સામે હોય તે તે તારું સર્વ ખંડન કરી વિજયી બને એથી એ સત્ય એમ કેમ માની લેવાય ? માટે આપણે ખુલાસે જરૂર કરી આવા જ જોઈએ. ન કરી આવીએ તે દેષિત થઈએ.”
જી, આપનું કથન યથાર્થ છે, પણ મેં તદ્દન મિથ્યા મંડન કર્યું હોય તે ખુલાસે કરવાની જરૂર રહે. આ તે અપેક્ષાથી ત્રણ રાશિ પણ સંભવી શકે છે, તે એ સત્ય માટે ખુલાસો કરવાની શી જરૂર ?”
કોઈપણ રીતે ત્રણ રાશિ સંભવતી નથી. નો જીવ નામની કોઈપણ વસ્તુ જમતમાં હોય તે ને? અપેક્ષાથી ત્રણ રાશિ સંભવે છે એવી તારી માન્યતા મિથ્યા છે. ”
ગુરુજી, યુક્તિ અને આગમ બન્નેથી ત્રણ રાશિ સિદ્ધ થાય છે તે શા માટે આપ તેનો નિષેધ કરે છે ? એમાં આપ ભૂલતા હે એમ મનાય છે.”
તારો એ ભ્રમ છે. વાદમાં વિજય મેળવવા માટે તે ત્રણ સ્થાપન કર્યું એટલે તને મિથ્યા આગ્રહ બંધાયું છે. ત્રણ રાશિ કેઈપણ પ્રકારે સિદ્ધ થઈ શકતી જ નથી.” “મારો એ ભ્રમ નથી. હું ત્રણ રાશિ સિદ્ધ કરવા તૈયાર છું.”
સારું, જે તને ત્રણ રાશિની માન્યતાને આગ્રહ હોય તે સિદ્ધ કરજે. પણ હજુ તને સમજાવું છું કે આ માન્યતા છેડી દે. તેમાં તારું હિત છે. પાછળથી પસ્તાવો થશે.”
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org