________________
: ૧૨૬:
નિહ્નવવાદ ત્યારે તે તેણે આપણને જ અભિમત સત્ય સિદ્ધાન્તન પક્ષ લીધે. પછી તે શું કર્યું?”
જી, મેં દ્વિરાશિનું ખંડન કરીને ત્રણ રાશિનું સ્થાપન કર્યું.”
પછી ફરી તેણે દ્વિરાશિનું મંડન કરી તારો વિરોધ કર્યો હશે ને?”
હાજી, તેણે ત્રણ રાશિનું સામાન્ય ખંડન કર્યું. વળી મેં સ્થાપના કરી. એમ થોડા સમય સુધી પરસ્પર વાદ ચાલ્યા પણ છેવટે જ્યારે મેં તેનું સચોટ ખંડન કરી ત્રણ રાશિનું આબાદ મંડન કર્યું એટલે તે બેલતો જ બંધ થઈ ગયે.” “પછી શું થયું ?”
પછી તો તેણે દુષ્ટ વિદ્યાઓનો ઉપયોગ કર્યો, ને મેં તે સર્વ વિદ્યાઓને આપશ્રીના પસાયથી પ્રતિકાર કર્યો એટલે તેમાં પણ તે ન ફાવ્યા. મહારાજા શ્રી બલશ્રીએ તેને નગરપારની સજા કરી.”
“સારું થયું પણ વાદમાં વિજય મળ્યા પછી તે ખુલાસે કર્યો કે નહિં કે આ ત્રણ રાશિનું મેં જે સ્થાપન કરેલ છે તે આ પરિવ્રાજકને પરાજિત કરવા માટે કરેલ છે. પણ વાસ્તવિક તે બે રાશિ જ છે.”
ના, એ ખુલાસો મેં નથી કર્યો.” “તારે એવો ખુલાસે કરવો જોઈએ. પાછળથી એવું સ્પષ્ટીકરણ–ચોખવટ ન થાય તો ત્રણ રાશિના તારા સચોટ મંડનથી કેટલાએક ત્રણ રાશિને સત્ય માની બેસે તો અનર્થ થાય. મિથ્યાત્વની વૃદ્ધિ થાય. ઠીક, હજુ શું બગડી ગયું છે? આવતી કાલે સભામાં જઈ ખુલાસો કરી આવજે.”
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org