SearchBrowseAboutContactDonate
Page Preview
Page 123
Loading...
Download File
Download File
Page Text
________________ : ૧૦૬ : નિવવાદ: સન્માન સાચવે તે પણ હું ખામોશ રહું છું; પણ જ્યારે આપના વ્યાખ્યાનમાં મારા અને આપના ભગવાનનું આપના હાથે બહુમાન ન સચવાયું ત્યારે મારાથી એ સહન ન થયું; માટે જ આ ઉપદ્રવ કરી મેં આપનું વ્યાખ્યાન વિખેરી નખાવ્યું છે.” ગંગાચાર્યે પૂછયું–“મારાથી એવું શું બન્યું કે જેથી તેઓ પૂજ્યશ્રીનું બહુમાન ન સચવાયું?” દેવે જવાબ આપે-“આપ અપાયુષી છે એટલે આપને શી ખબર પડે? પણ હું તે અહીં સેંકડો વર્ષોથી વાસ કરું છું. સેંકડે વર્ષ પૂર્વેના અનુભવે મારે મન ગઇકાલે જ બન્યા હોય તેમ લાગે છે. આજથી બે અઠ્ઠાવીસ વર્ષ પૂર્વે પ્રભુશ્રી મહાવીરસ્વામીજી આ પૃથ્વીતલ પાવન કરી રહ્યા હતા. તેઓશ્રી અવાર-નવાર અહીં પધારી સમવસરતા. તેઓશ્રીની દેશના હું ખૂબ રસ ને ભાવપૂર્વક સાંભળતે, મને બરાબર યાદ છે કે એક સમયે એક સાથે બે ઉપગ ન થઈ શકે ”—એવા અર્થવાળું “ગુવા નથિ વો' વચન તેઓશ્રી વારંવાર કહેતા ને સારી રીતે સમજાવતા. તેઓશ્રીના કથનથી વિરુદ્ધ આપ આ મારા ચોકમાં પ્રરૂપ તે હું કેમ સહન કરું? જે હજુ પણ આપ આ વિચારણું નહીં ફેરવો ને તેને પ્રચાર કરવા પ્રયત્ન કરશે તે હું ઉપદ્રવ જારી રાખીશ ને આપને પણ વિશેષે અડચણ પહોંચાડીશ.” એ પ્રમાણે જણાવી મણિનાગ યક્ષ અદશ્ય થઈ ગયા. x યક્ષ અદશ્ય થયા પછી ગંગાચાર્યે વિચાર કર્યો કે આ યક્ષ મિથ્યા ન લે, અત્યારે અસત્ય કહેવાનું તેને કંઈ કારણ નથી. નિશ્ચય પ્રભુશ્રીએ અહીં એક સમયે બે ઉપગ ન હોઈ શકે એમ પ્રરૂપ્યું હશે. મારે શા માટે હવે શંકા કયા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001215
Book TitleNihnavavada
Original Sutra AuthorN/A
AuthorDharmdhurandharsuri
PublisherSankheshwar Parshwanath Jain Derasarni Pedhi Mumbai
Publication Year
Total Pages346
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, & Story
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy