________________
: ૯૬ :
નિહ્નવવાદ : કેટલાએક દર્શનકાર મનને પરમાણુસ્વરૂપ માને છે; કેટલાએક કેવળ વિચારણુરૂપ જ માને છે, કેટલાએક મસ્તકમાં વ્યવસ્થિત થયેલી રક્ત-નસ-મેદ વિગેરે સ્વરૂપ માને છે, તે કેટલાએક મનને માનતા જ નથી. મન માટેની અને જુદી જુદી માન્યતાઓ યથાર્થ નથી-મિથ્યા છે. ત્યારે મન એ છે શું ? મન એ પુદ્ગલોના સમૂહ છે, તેને મનાવણા કહેવામાં આવે છે. વ્યવહારમાં ઉપયોગી આઠ વર્ગણુઓ છે. તેમાં કર્મ. વર્ગણાને છેડી સૂક્ષ્મમાં સૂક્ષ્મ આ વર્ગણ છે. વિચારણચિન્તા-સ્મરણ-જ્ઞાન વગેરે આત્મા મનદ્વારા કરી શકે છે. શરીરમાં જ્યાં જ્યાં અનુભવ કરી શકાય છે ત્યાં ત્યાં સર્વત્ર મન રહેલ છે; અર્થાત્ શરીરવ્યાપી આત્માની માફક મન પણ શરીરવ્યાપી છે. વિશ્વવર્તી પ્રાણીઓમાં બહુ અલ્પ જીવને મન મળે છે. પૃથ્વી, જલ, અગ્નિ, વાયુ, વનસ્પતિ, શ્રીન્દ્રિય, ત્રીન્દ્રિય, ચતુરિન્દ્રિય, અને અસંજ્ઞી પંચેન્દ્રિયએ સર્વે મન વગરના છે. ફક્ત સંજ્ઞી પંચેન્દ્રિયે જ મનવાળા છે.
(૨) એક સાથે અનેક જ્ઞાન નથી થાય કે નહિ ? | મન એ શું છે તેની વિચારણા ગંગાચાર્યો કરી. ત્યારબાદ તેમને એક પ્રશ્ન થયે કે એક સમયે એક જ જ્ઞાન થાય છે ને અનેક નથી થતાં તેમાં શું વિશેષ છે? મનના ગે ઈન્દ્રિદ્વારા આત્માને પદાર્થોનું જ્ઞાન થાય છે, તો એકી સાથે સર્વ ઇન્દ્રિથી જ્ઞાન કેમ નથી થતું ? મધુર સંગીતનું શ્રવણ થતું હોય, સામે સુન્દર રૂપનું દર્શન હોય, સુગધ ચારે બાજુ પ્રસરતી હોય, મિષ્ટાન્ન ભોજન ચાલતું હોય, ને મન્દ મન્દ પવન ઢોળાતો હોય, તે સમયે તે તે વિષનો અનુભવ ક્રમસર થાય કે એકી સાથે ? તે તે વિષયનું જ્ઞાન કરાવનારા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org