________________
: ૯૪ :
નિહવવાદ :
સુખશાતાપૂર્વક આર્ય અશ્વામિત્રે રાજગૃહમાં સારી રીતે ચાતુર્માસ પૂર્ણ કર્યું. ચાતુર્માસ બાદ વિહાર કરી પૂજ્યપાદ ગુરુમહારાજશ્રી પાસે પધાર્યા. પૂર્વે કરેલ મિથ્યા મીમાંસાવિચારણા માટે પશ્ચાત્તાપૂર્વક પાયશ્ચિત કર્યું ને સારી રીતે સંયમ ધર્મનું પાલન કરી શાસનશેભા વધારી, આત્મસાધના કરી સદ્ગતિના ભાજન બન્યા.
આ હકીકત ટૂંકમાં નિર્યુક્તિકારે આ પ્રમાણે જણાવી છે. वीसा दो वाससया, तइया सिद्धिं गयस्स वीरस्स ।। सामुच्छेइयदिठी, मिहिलपुरीए समुप्पन्ना ॥ मिहिलाए लच्छिघरे, महगिरि कोडिन्न आसमित्ते य ॥ नेउणियणुप्पवाए, रायगिहे खण्डरक्खा य ॥
અર્થ –શ્રી મહાવીર સ્વામી મુક્તિ ગથાને બસો વીસ વર્ષ થયે છતે મિથિલા નગરીમાં સામુછેદિક દૃષ્ટિ ઉત્પન્ન થઈ. મિથિલામાં લક્ષમીગૃહ ચૈત્યમાં પૂ. મહાગિરિજી મહારાજ પાસે કૌડિન્યના શિષ્ય અશ્વમિત્ર અનુપ્રવાદ પૂર્વમાં નપુણિક નામે વસ્તુ-( નું અધ્યયન કરતાં હતાં. અશ્વમિત્રને સામુચ્છેદિક દૃષ્ટિ ઉત્પન્ન થઈ) રાજગૃહમાં ખંડરક્ષક-(શ્રાવકે એ બંધ પમાડ્ય)
સૂચના-[ આ ચોથા નિહવની હકીકતમાં પ્રસંગને અનુરૂપ કેટલાએક કાલ્પનિક પાત્ર વધાર્યા છે. વાર્તારૂપે સર્વે રજૂ કરેલ છે. સામુછેદિક દષ્ટિ-ક્ષણિકવાદનો શાસ્ત્રાર્થ પરિશિષ્ટમાં જે આત્મવાદ છે તેમાં આવે છે ત્યાંથી જોઈ લે-વિચાર.]
इति निह्नववादे चतुर्थी निवः।
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org