________________
ચતુર્થ દ્વિવ આર્ય અશ્વામિત્ર :
: ૮૭ ૪
તમને પહેલેથી જ જણાવ્યું હતું કે તે ગામના સંઘથી આ કંઈ બની શકે નહિં. ઠીક, તમે રાજગૃહનું શું કર્યું?” આર્યમહાગિરિજી મહારાજે પૂછ્યું.
“જી, સાહેબ! હું રાજગૃહ ગયે હતો ને ત્યાંના નગરશેઠને મળ્યા હતા. તેઓએ કહ્યું હતું કે-“હું આવવાને હતા, પણ અહિં કેટલાએક કારણોસર રોકાઈ જવું પડયું” પછી મેં મારા ત્યાં આવવાનું પ્રજન ને આર્ય અશ્વમિત્રજી જુદા પડવા સમ્બધી હકીકત જણાવી. ખંડરક્ષક શ્રાવકેને પણ ત્યાં જ બોલાવ્યા હતા, ને સર્વ વૃત્તાંત જણાવ્યું હતું. તેઓ ઘણું ચતુર અને હોંશિયાર જણાયા.” નગરશેઠે કહ્યું.
“ઠીક ત્યારે હવે ત્યાં શું થાય છે તેની અવારનવાર તપાસ કરાવતા રહેજો. બનતાં સુધી તે લોકો વ્યવસ્થિત છે. એટલે સમાચાર તરતજ મોકલતા રહેશે. પણ તમારે ભૂલમાં ન રહેવું. ” આચાર્ય મહારાજે સૂચવ્યું.
“જી, હું સૂચના પણ કરતો આવ્યો છું કે કંઈ પણ પ્રસંગ બને તે તુરત જણાવવું. નગરશેઠને પણ કહ્યું છે. તેમણે કહ્યું હતું કે પૂ. ગુરુ મહારાજશ્રીને મારી વંદના જણાવજે અને કહેજો કે હમણું આવી શક્યો નથી, પણ થોડા સમય બાદ ત્યાં આવવા વિચાર તો છે જ. તેઓ આવશે ત્યારે પણ ખબર લેતા આવશે. સાહેબ ! હવે સમય બહ અ૮૫ છે. આપ ચાતુર્માસ માટે નિર્ણય જણાવે તે સર્વેને આનંદ થાય. આપશ્રીની આજ્ઞા હોય તો વ્યાખ્યાનમાં આવતી કાલે વિનતિ કરીએ. ” નગરશેઠે કહ્યું. “સારું, આવતી કાલે નિર્ણય કરશું.”
જી, સાહેબ, “વિકાઢવના”
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org