________________
પ્રસ્તાવના
કુટુંબના વડીલો કુશળ અને ગંભીર પ્રકૃતિના હોય, પુત્રો અને પુત્રવધૂઓ વિનયી, સંયમી અને આજ્ઞાનુસારી હોય, વૈભવ અને પ્રતિષ્ઠા જેને વારસામાં મળ્યાં હોય એવાં કુટુંબમાં પણ કોઈ એક કમનસીબ પળે વૈમનસ્યની વાદળી ચડી આવે-અશાંતિ કે કલેશને પ્રવેશવાનો જ્યાં કોઈ માર્ગ જ ન હોય ત્યાં અચાનક મોટું ઘર્ષણ ઊભું થાય ત્યારે એમ કહેવું પડે કે સંસાર ગણિતના દાખલા જેવો નથી. ગણિતમાં જેમ એક ને એક બે જ થાય, તેમ સંસારમાં પિતા જેવા પુત્ર કે ગુરુ જેવા શિષ્ય થવા જ જોઈએ, એવો નિયમ નથી. કવિવર રવીન્દ્રનાથ ઠાકૂરે એક ઠેકાણે આવા એક પ્રસંગના અનુસંધાનમાં બહુ વિનોદી-મર્માળું વાકય ઉચ્ચાર્યું છે. તેઓ એક સુખી, સમૃદ્ધ અને શાંતિપ્રિય કુટુંબમાં કલેશના બીજ વવાતાં જોઈને કહે છે કે, સર્જનહાર વિશ્વનિયંતા બીજી બધી રીતે શકિતસંપન્ન હશે, પણ તેને ગણિત આવડતું હોય એમ નથી લાગતું.” નહિતર બધા જ શાંતિપ્રિય હોય ત્યાં અશાંતિપ્રવેશી જ કેમ શકે? જ્યાં કોઈ પરસ્પરના સદ્ભાવ તથા સમાધાન માટે ઉત્સુક રહેતાં હોય ત્યાં કડવાશ કે વિખવાદ આવી જ કેમ શકે? વિચિત્ર વાત તો એ છે કે જ્યાં શાંતિ કે સમાધાન માટે વધુ ખબરદારી રાખવામાં આવતી હોય છે ત્યાં કલેશ તેમજ મનદુઃખના રોગાણુ વાવાઝોડાની જેમ અચાનક ચડી આવે છે. એ રીતે અથવા તો અહીંથી જ ઈતિહાસનો આરંભ થાય છે.
નિર્નવ એટલે સત્યનો અપલાપ કરનાર-સત્યને છુપાવનાર. આવા નિહનવોને બીજા સંપ્રદાયમાં સ્થાન હોય તો પણ જૈન શાસનમાં તો એને લવલેશ અવકાશ નથી. ત્રણસો કતાં પણ વધુ સંખ્યાવાળા પાખંડીઓની સાથે જે ઝઝૂમી શકે અને સન્માર્ગે દોરી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org