________________
સમ્યક્ત્વ ષસ્થાન ચઉપઈ
જિમ તાતાદિક અછતા કહ્યા, શ્રૃતિ સુષુપતિં બુધ સદ્દહ્યા । તિમ જ્ઞાનઇ અછત બ્રહ્મડ, અહિજ્ઞાનઇ નાસઇ અહિદડ ||
૩૭ |
જિમ તાતપ્રમુખ અછતા કહિયા; અત્ર પિતા અપિતા ભવતિ, માતા અમાતા ભવિત, બ્રાહ્મણ: અબ્રાહ્મણો ભતિ, ભ્રૂણહા અભ્રૂણહા ભવિત, ઇત્યાદિ શ્રુતિ તે વેદાંતપંડિતઇ સદ્દહ્યા તિમ આત્મજ્ઞાનઇં બ્રહ્માંડ અછતું થાઇ । જિમ અહિજ્ઞાન[ઇ] અહિદંડ નાસÛ તિમ જ આત્મજ્ઞાનě આત્માજ્ઞાનનિતપ્રપંચ નાસઇ, શુક્તિજ્ઞાનનાશ્ય લાઘવથી શુક્તિરજત છઇં પણિ તઇ જ્ઞાન નહી તિમ આત્મજ્ઞાનનાશ્ય પણિ પ્રપંચ જ જાણવો || ૩૭ ||
૫૧
-
-
સુષુપ્તાવસ્થામાં જેમ પિતા વગેરે અસત્ થઈ જાય છે – પિતા પિતા રહેતા નથી, માતા માતા રહેતી નથી, બ્રાહ્મણ બ્રાહ્મણ રહેતો નથી, ગર્ભહત્યારો ગર્ભહત્યારો રહેતો નથી – તેમ આત્મજ્ઞાન થયા પછી બ્રહ્માંડ અસત્ – મિથ્યા થઈ જાય છે એ શ્રુતિવચનમાં વેદાંતપંડિતોએ શ્રદ્ધા કરી છે. જેમ સર્પનું જ્ઞાન થવાથી સર્પ રૂપે ભાસતી લાકડી નષ્ટ થાય છે તેમ આત્મજ્ઞાન થતાં અજ્ઞાનનિત જગતપ્રપંચ નષ્ટ થાય છે. છીપનું જ્ઞાન થતાં છીપમાં થયેલા રજતના જ્ઞાનનો નાશ થાય છે એમ માનવા કરતાં છીપમાં ભાસેલા રજતનો નાશ થાય છે એમ માનવામાં લાઘવ છે. એમ જ આત્મજ્ઞાનથી જગતપ્રપંચનો નાશ થાય છે. ગતપ્રપંચના જ્ઞાનનો નહીં એમ માનવું યુક્ત છે.
૧. અહિજ્ઞાનેં ૬૦
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org