________________
સમ્યકત્વ ષસ્થાન ઉપઈ
૪૯
માયાદિકમિશ્રિત ઉપચાર, જ્ઞાન-અજ્ઞાનગ્રંથિ સંસારા દશ્યપણ મિથ્યા પરપંચ, સઘલો જિમ સુહણાાનો] સંચTI
૩૫ II માયા ક. અજ્ઞાન “અહં માં ન જાનામિ ઈત્યાદિ પ્રસિદ્ધ સર્વ પ્રપંચ મૂળ કારણ અનાદિભાવ, તે પ્રમુખઈં મિશ્રિત જે ઉપચાર તે જ્ઞાન-અજ્ઞાનની ગાંઠિરૂપ સંસાર છઇં. અજ્ઞાનાધ્યસ્તનઈં વિષઈં શરીરાધ્યાસ, શરીરાધ્યસ્તનઈં વિષઈં ઇંદ્રિયાધ્યાસ ઇત્યાદિ ઉપચારગ્રંથિ જાણવી સર્વ પ્રપંચ મિથ્યા છઈ દશ્યપણા માટઇ જિમ સુહણાનો સંચ – સ્વપ્રમોદકાદિક || ૩૫ II
માયા એટલે કે હું મને જાણતો નથી” એ પ્રકારનું અજ્ઞાન સર્વ પ્રપંચનું મૂળ કારણ છે અને અનાદિકાળથી જીવને વળગેલ છે. આ માયા વગેરેથી મિશ્રિત જે ઉપચાર થાય છે – જ્ઞાનઅજ્ઞાનની જે ગાંઠ રચાય છે તે જ સંસાર છે. અજ્ઞાનના અધ્યાસવાળા જીવને શરીરાધ્યાસ થાય છે, શરીરાધ્યાસવાળાને ઇન્દ્રિયાધ્યાસ થાય છે એ ઉપચાર-ગ્રંથિ છે.
આ સર્વ પ્રપંચ મિથ્યા છે તે એના દશ્યપણાને કારણે, જેમ સ્વપ્નમાં જે લાડુ વગેરે ખાદ્ય સામગ્રી દેખાય છે તે મિથ્યા હોય છે. દશ્યમાન સર્વ મિથ્યા છે.
૧. અન્યત્ર “સુહણાનો મળે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org