SearchBrowseAboutContactDonate
Page Preview
Page 65
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૮ સમ્યક્ત્વ ષસ્થાન ચઉપઈ એક વૈદતી બીજો સંખ્ય, કહઇ કરતા ભોગતા નહિ મુખ્ય પ્રથમ કહઇ દગમાત્ર પ્રમાણ, તાસ ઉપાધિ ભેદમંડાણ || ૩૪ || એક વેદાંતી બીજો સાંખ્ય, એ બે વાદી કહÛ જે આત્મા કર્તા તથા મુખ્ય ભોક્તા નથી । તેહ માંહિં પ્રથમ વાદી વેદાંતી કહઇ જે દેગમાત્ર જ્ઞાનમાત્ર પ્રમાણ છઇ, સર્વ વાદી જ્ઞાન માનઇં જ। લાઘવથી તે એક છઇ, અનાદિ-અનંત છઇ। ભેદાદિ પ્રતિભાસ ચિત્તોપાધિવિષયક છઇ । તે જ્ઞાનની ઉપાધિઇં વિશ્વભેદનું મંડાણ છઇ, આત્માત્મીયાધ્યાસરૂપ સર્વ પ્રપંચ છઇ ॥ ૩૪ || - એક વેદાંતી અને બીજા સાંખ્ય મતવાળા એમ કહે છે કે આત્મા કર્તા અને મુખ્ય ભોક્તા નથી. વેદાંતી એમ માને છે કે દગમાત્ર એટલે જ્ઞાન જ પ્રમાણરૂપ છે. બધા વાદીઓ જ્ઞાનમાં તો માને છે જ પણ લાઘવ એમાં છે કે જ્ઞાનને એક માનવું, અનાદિ-અનંત માનવું. ભેદાદિનો જે ભાસ થાય છે તે ચિત્તચિત્ = આત્મા)ને વળગેલી (અવિદ્યારૂપી) ઉપાધિને કા૨ણે છે. જ્ઞાનની – આત્માની આ ઉપાધિને કારણે વિશ્વભેદનું મંડાણ થાય છે, આત્મા-આત્મીયધ્યાસરૂપ દેહાધ્યાસરૂપ સર્વ પ્રપંચ ઊભો થાય છે. Jain Education International For Private & Personal Use Only - www.jainelibrary.org
SR No.001214
Book TitleSamyaktva Shatsthana Chaupai
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorPradyumnasuri
PublisherShrutgyan Prasarak Sabha
Publication Year1998
Total Pages228
LanguageGujarati, Apabhramsha
ClassificationBook_Gujarati & Philosophy
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy