________________
સમ્યક્ત્વ જસ્થાન ચઉપઈ
४७
ઘનનિગમઈ સૂરય ચંદ, દોષ ટલઇ મુનિ હોઈ અમંદા મુગતિદશા શિરદર્શન ઘટૈ, જિમ તે મેલ્હી કુણ ભાનુભવ
અટઈ | ૩૩ II
અનિત્યવાદી ગતઃ | ઇહાં દૃષ્ટાંત કહઈ છઈ – ઘન ક મેઘ તેહનઈં વિગમઈં – નાશૐ જિમ સૂર્ય ચન્દ્ર અમંદ કશુદ્ધ થાઈ તેમ દોષ – રાગદ્વેષાદિક ટલ્યઈ મુનિ શુદ્ધ બુદ્ધ મુક્તસ્વભાવ થાઈ | Vણી પરિ સ્થિરવાદીનઈ દર્શનઈં મુક્તિદશા ઘટઈ તે મેલ્હી અનિત્યવાદી બૌદ્ધનું મત આદરીનઈં કુણ સંસારમાહિ ભઈ બુદ્ધિવંત કોઈ ન ભમઈ ૩૩ /
વાદળો દૂર થતાં સૂર્યચંદ્ર અમંદ બને, શુદ્ધ રૂપે પ્રકાશી રહે તેમ રાગદ્વેષાદિક દોષ ટળે મુનિ શુદ્ધ બુદ્ધ મુક્તસ્વભાવ બને. આમ સ્થિરવાદી – નિત્યવાદીના દર્શનમાં મુક્તિદશા સંભવે છે. એ દર્શનને છોડીને અનિત્યવાદી બૌદ્ધ દર્શન સ્વીકારીને સંસારમાં કોણ ભમે ? કોઈ બુદ્ધિશાળી તો નહીં જ.
આ રીતે બૌદ્ધોના અનિત્યવાદનું ખંડન કર્યું.
૧. આ પછી “ગૂર્જર સાહિત્ય સંગ્રહ ભા. ૨'માં એક ગાથા વધારે છે :
નિત્ય આતમા માનો એમ, યોગમાર્ગમાં પામો ખેમ, કર્તા ભોક્તા ભાખું હવે, તે ના રુચે જે જૂઠું લd I ૩૪ ||
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org