SearchBrowseAboutContactDonate
Page Preview
Page 63
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૬ સમ્યક્ત્વ ષસ્થાન ચઉપઈ છાંડીજે ભવબીજ અનંત, જ્ઞાન અનંત લીજઇ તંત પણિ નવિ ઓછો અધિકો ભાત, નિત્ય આતમા મુક્તસ્વભાવ || ૩૨ || નિત્ય આત્મા માનિઇં તો આવિર્ભાવ-તિરોભાવરૂપઇ સર્વ પર્યાય મિલÛ, તે કહઇ છઇ । ભવનાં બીજ રાગદ્વેષાદિ અનંત છાંડિઇં છઇં, તંત પરમાર્થજ્ઞાનપર્યાય અનંત લહીઇં છ, પણિ આત્માનો ભાવ એકઈં અંશě ઓછોઅધિકો નથી । અનંતધર્માત્મક સ્વરૂપનો આવિર્ભાવ માત્ર જ નિત્યસત્ય મુક્તાત્મ છઇ । ઉક્ત ચ સિદ્ધસેનાચાર્યેઃ — ભવબીજમનન્તમુઝિત વિમલજ્ઞાનમનન્તમર્જિતમ્ । ન ચ હીનકલોસનાધિકઃ સમતાં ચાપ્યનિવૃત્ય વર્તસે ॥ (બત્રીસી ૪, ૨૯) || ૩૨ || - આત્માને નિત્ય માનીએ ત્યારે જ આવિર્ભાવ-તિરોભાવરૂપ સર્વ અવસ્થાભેદો સંભવે, તે આ રીતે. સંસારના બીજભૂત અનંત રાગદ્વેષાદિનો ત્યાગ કરીએ છીએ ત્યારે નક્કી પરમાર્થજ્ઞાન – અનંત જ્ઞાનનો અવસ્થાભેદ પ્રાપ્ત કરીએ છીએ. ત્યાં આત્માનો સ્વભાવ એકેય અંશે ઓછોવત્તો હોતો નથી. આવો અનંત ધર્માત્મક સ્વરૂપનો આવિર્ભાવ એ જ નિત્યસત્ય મુક્તાત્મા છે. સિદ્ધસેનાચાર્યે પણ કહ્યું છે – “સંસારના અનંત બીજનો ત્યાગ થયો છે અને અનન્ત શુદ્ધ જ્ઞાન પ્રાપ્ત કર્યું છે. તારી કલા ઓછીવત્તી થતી નથી અને સમતાથી તું દૂર જતો નથી.” Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001214
Book TitleSamyaktva Shatsthana Chaupai
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorPradyumnasuri
PublisherShrutgyan Prasarak Sabha
Publication Year1998
Total Pages228
LanguageGujarati, Apabhramsha
ClassificationBook_Gujarati & Philosophy
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy