________________
સમ્યક્ત્વ ષસ્થાન ચઉપઈ
૪૫
રયણતણી પરિ થાઈ વિશુદ્ધ, નિત્ય આતમા કેવલ બુદ્ધા રાગ વિના નવિ પ્રથમ પ્રવૃત્તિ, તો કિમ ઉત્તર હુઈ નિવૃત્તિ ?
૩૧ નિત્ય આત્મા માનિઈં તિવારઈં જ પ્રથમ અશુદ્ધ હતો તે કેવલજ્ઞાનઇં વિશુદ્ધ થઈ શુદ્ધ થાઇં, જિમ રત્ન પહિલા અશુદ્ધ હોઈ તે ઉપાયથી પછૐ શુદ્ધ હોઈ | આત્મા નિત્ય છઈ તે ઊપરિ રાગ હોઈ તો જ ધમર્થનઈં દુઃખક્ષયનઈં અર્થિ પહિલાં પ્રવૃત્તિ હોઈ, તે ન હોઈ તો નિવૃત્તિ પછઈ કિહાંથી હોઈ ? If ૩૧ /
?
આત્મા નિત્ય છે એમ માનીએ ત્યારે જ તે પહેલાં અશુદ્ધ હતો ને પછી કેવલજ્ઞાનથી શુદ્ધ થયો – જેમ પહેલાં અશુદ્ધ હોય તે રત્ન પછીથી ઉપાય કરતાં શુદ્ધ થાય – એમ માની શકાય. આત્મા નિત્ય હોય તો જ એના પર રાગ થાય અને જીવ ધર્માર્થી બનીને દુઃખક્ષયને માટે પહેલાં પ્રવૃત્તિ કરે; આત્મા નિત્ય ન હોય તો દુઃખમાંથી નિવૃત્તિને માટે સ્થાન ક્યાંથી રહે?
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org