SearchBrowseAboutContactDonate
Page Preview
Page 61
Loading...
Download File
Download File
Page Text
________________ સમ્યકત્વ ષટ્રસ્થાન ચઉપઈ નિત્યપણાથી નહી ધ્રુવ રાગ, સમભાવિ તેહનો નવિ લાગી નિત્યપણઈ લહેતુસંબંધ, નહિ તો ચાલઈ અંધોઅંધા ૩૦I આત્માનઈં નિત્ય માનિઈં તે માટઇ ધ્રુવ – નિશ્ચય રાગ નથી, રાગ-દ્વેષ તે મનઃસંકલ્પરૂપ છઇં, આત્મજ્ઞાની નિર્વિકલ્પસ્વભાવ સમતાભાવમાંહિં આવઈ તિવાર) રાગવાસનાનો લાગ નથી, સામ્યસંસ્કાર તે રાગસંસ્કારવિરોધી છઇં, આત્માનઈં નિત્યપણુ માનિઈ તો ફુલ મોક્ષ અનઇં હેતુ આત્મજ્ઞાન-ચારિત્રપ્રમુખ તેહનો એકદ્રવ્યસંબંધ સંભવઇં, નહિં તો બંધ-મોક્ષક્ષણના સંબંધ વિના સર્વત્ર પ્રવૃત્તિ અંધપરંપરાઇં થાઈ | ૩૦ || આત્માને નિત્ય માનીએ એટલા માત્રથી એના પર રાગ અવશ્ય થઈ જાય એવું નથી કેમકે રાગદ્વેષ એ મનના સંકલ્પરૂપ છે, જ્યારે આત્મજ્ઞાની નિર્વિકલ્પસ્વભાવરૂપ સમતાભાવ ધરાવે છે; તેથી ત્યાં રાગવાસનાને અવકાશ નથી. સમતાનો ભાવ તે રાગભાવનો વિરોધી છે. આત્માને નિત્ય માનીએ ત્યારે મોક્ષ એ ફળ તથા આત્મજ્ઞાન, ચારિત્ર વગેરે મોક્ષના હેતુ એ બંનેનો એક દ્રવ્ય સાથે સંબંધ સંભવે છે. આત્માને નિત્ય ન માનતાં બંધમોક્ષની ક્ષણોનો સંબંધ જોડી શકાતો નથી અને બધી પ્રવૃત્તિ આંધળો આંધળાને દોરે એમ નિશ્ચિત પરમ ધ્યેયે પહોંચાડતી નથી. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001214
Book TitleSamyaktva Shatsthana Chaupai
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorPradyumnasuri
PublisherShrutgyan Prasarak Sabha
Publication Year1998
Total Pages228
LanguageGujarati, Apabhramsha
ClassificationBook_Gujarati & Philosophy
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy