________________
સમ્યક્ત્વ સ્થાન ઉપઈ
૪૩
નિશ્ચયથી સાધઈ ક્ષણભંગ તો ન રહઇ વ્યવહારશું રંગા નવ સાંધઈ ન લૂટ તેર, એસી બૌદ્ધતણી નવ મેર ૨૯ II
નિશ્ચય જે ઋજુસૂત્રનય તે લેઈનઈ ક્ષણભંગ સાધઈ છઈ, તે વ્યવહારે જે બંધ-મોક્ષપ્રત્યભિજ્ઞાનપ્રમુખ તેણઇં રંગ ન રહૈ, ઇમ બૌદ્ધની મર્યાદામાંહિ “નવ સાંધઈ નઈ તેર તૂટઇ' એ ઊખાણો આવાં છઇ | નિશ્ચય-વ્યવહાર ઊભય સત્ય તે સ્યાદ્વાદી જ સાધી સકઇં | ૨૯ ||
ઋજુસૂત્રનય એટલે નિશ્ચયનયને સ્વીકારી બૌદ્ધો ક્ષણભંગ એટલે કે ક્ષણિકવાદ સિદ્ધ કરવા પ્રયત્ન કરે છે. પણ એમાં વ્યવહારનય સચવાતો નથી. જેમકે જે બંધાય તે મુક્તિ પામે એવો બંધમોક્ષનો વ્યવહાર એમાં ટકતો નથી. એ જ રીતે “આ તે જ છે એવું પ્રત્યભિજ્ઞાન(ઓળખ)નો વ્યવહાર પણ એમાં ઘટતો નથી. આમ નવ સાંધે ને તેર તૂટે એવો બૌદ્ધોનો ઘાટ થાય છે, એમની વિચારસંગતિ, વિચારની સમુચિત વ્યવસ્થા સચવાતી નથી. તાત્પર્ય કે નિશ્ચય અને વ્યવહાર ઉભય નય સત્ય છે અને એ સ્યાદ્વાદી મતમાં જ સિદ્ધ થાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org