________________
સમ્યક્ત્વ ષસ્થાન ઉપઈ
૩૩
જો ક્ષણનાશતણો તુઝ ધંધ, તો હિંસાથી કુણ નિબંધા વિસદશક્ષણનો એહ નિમિત્ત હિંસક તો તુઝ મનિ
અપવિત્ત || ૨૪ || વલી ક્ષણનાશી વસ્તુ માનશું છઇ તિહાં દોષ કહઈ છૐ – જો ક્ષણનાશનો ધંધ તુઝનઈ લાગો છઇં તો હિંસાથી બંધ કુણનઇં થાઈ ? ક્ષણ-ક્ષણઇ જીવ નાશ પામશું છઇં તો હિંસા કુણની કહથી હોઈ ? તિવારઇ “હિંસાથી પાપ' બુદ્ધઈ કહિઉં તે કિમ મિલઈ ? હિંસા વિના અહિંસા કિહાં ? તેહ વિના સત્યાદિ વ્રત કિહાં, જે માર્ટિ સત્યાદિક અહિંસાની વાડિરૂપ કહિયા છઈ, ઈમ સર્વ લોપ થાઈ | જો ઈમ કહસ્યો મૃગ મારિઓ તિવાર મૃગનો સશિક્ષણારંભ ટલ્યો વિસદશક્ષણારંભ થયો, તેહનું નિમિત્તકારણ આહડીપ્રમુખ તે હિંસક કહિઈ તો તે બૌદ્ધનઈ કહિઈ – તાહરું મન પણિ હિંસાથી અપવિત્ર થયું, જે માટઈ વ્યાધક્ષણની પરિ તાહરો પણિ અનંતર ક્ષણ મૃગવિસશિક્ષણનો હેતુ થયો – ‘તદુદિતઃ સ હિ યો યદનત્તર” ઈતિ ન્યાયાત્ ક્ષણના અન્વયવ્યતિરેક તો સરખા છઇં, તજાતિ અન્વયવ્યતિરેકનું ગ્રાહક પ્રમાણ નથી ll ૨૪ ll
દરેક વસ્તુ ક્ષણેક્ષણે નાશ પામે છે એમ કહ્યા કરવાની મિથ્યા પ્રવૃત્તિ તમને વળગેલી છે તો કહો કે હિંસાથી કોને બંધ થાય, પાપ લાગે? ક્ષણેક્ષણે જીવ નાશ પામતો હોય તો હિંસા કોની ને કેવી રીતે માનવી? ‘હિંસાથી પાપ' એવું બુદ્ધે કહ્યું છે તેનો મેળ કેમ મળે? ને હિંસા વિના અહિંસા કેવી, એના વિના સત્યાદિ વ્રત કેવાં ? આમ,
૧. પાપબંધ કહ્યઉ ૫૦
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org