________________
સમ્યક્ત્વ ષસ્થાન ચઉપઈ
૧૫
શરીરથી આત્મા અનુત્પન અને અળગો છે એ સિદ્ધ કરી બતાવો એમ જે પહેલાં કહેવાયું છે તેનો ઉત્તર હવે આપીએ છીએ. વાયુ પુદ્ગલ હોવાથી તેને રૂપ છે છતાં એ આપણને દેખાતો નથી. એના આઘાત કે સંયોગથી લતા કંપે છે, રૂ આકાશમાં અધ્ધર રહે છે, ઝંઝાનો અવાજ થાય છે વગેરે ચિહ્નો – પ્રકટ લક્ષણોને કારણે અનુમાનથી એનું અસ્તિત્વ આપણે જાણીએ છીએ. તે જ રીતે, જીવને રૂપ નથી, તેથી એ ક્યાંથી દેખાય? પણ જીવ જ્ઞાનસ્વરૂપ છે, જ્ઞાન મનથી પ્રત્યક્ષ છે તે કારણે જ્ઞાનના આશ્રય રૂપે જીવનું અનુમાન આપણે કરીએ છીએ. આમ તો, વિશેષાવશ્યકમાં કહ્યું છે તેમ ગુણના પ્રત્યક્ષત્વને કારણે ગુણી – જીવ, ઘડાની જેમ પ્રત્યક્ષ જ કહેવાય, જેમ વાયુથી વહેતા સુગંધી દ્રવ્યપરમાણુઓ ગંધગુણના પ્રત્યક્ષને લીધે પ્રત્યક્ષ જ છે એમ કહેવાય. છતાં દેહાદિકથી ભિન્ન જીવનું અસ્તિત્વ અહીં અનુમાનથી કહ્યું છે તે ચાકમતવાદી એને દેહાદિકથી અલગ નથી માનતા તેથી. કહ્યું છે કે સેંકડો વાર પ્રત્યક્ષ રૂપે જાણેલી વસ્તુનું પણ અનુમાનરસિક જીવો અનુમાન કરવા ઇચ્છે છે. અથવા જ્ઞાનાશ્રય આત્મા પ્રત્યક્ષ જ છે પણ એ ઈતર – શરીરાદિથી ભિન્ન છે તે દર્શાવવા અમે અનુમાન કરીએ છીએ એમ કહ્યું છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org