SearchBrowseAboutContactDonate
Page Preview
Page 151
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૩૪ સમ્યક્ત્વ ષસ્થાન ચઉપઈ દર્શન-જ્ઞાન-ચરણ શિવહેત કહો તો સ્યો પહિલો સંકેત । ગુણ વિણ ગુણ જો પહિલા લહ્યા તો ગુણમાં સ્યું જાઓ ૧ વહ્યા? || ૯૯ ]] ઉપાયરૂપઇ દર્શન-જ્ઞાન-ચારિત્ર જો મોક્ષહેતુ કહો છો તો સ્યો એ સંકેત છઇ ? એ ૩ ગુણ જો ગુણ વિના લહિયા તો ગુણમાંહિં વહ્યા સ્યું ફિરો છો ? જિમ ગુણ વિના ભવિતવ્યતાઇ ગુણ પામ્યા તિમ મોક્ષઇ પામસ્યો । જો ઇમ કહસ્યો – પહલાં ગુણ શકર્તિ હુતા તે કાલપરિપાકઇં વિગતિ હુઆ તો ભવ્યનઇં શક્તિ મોક્ષભાવ છઇ તે કાલપરિપાકઇં વ્યક્તિ – પ્રકટ હુસ્યઇ । કારણનો તંત કહો ‘ રહિઓ ? ઇત્યાદિ ઘણી યુક્તિ છઇ | ૯૯ || મોક્ષના ઉપાય રૂપે, એના હેતુ તરીકે જ્ઞાન-દર્શન-ચારિત્રને ગણાવવામાં આવે છે એમાંથી શું સૂચન થાય છે ? એ ત્રણ ગુણ જો એના ઉપાયભૂત ગુણ વિના પ્રાપ્ત થતા હોય તો એ ત્રણ ગુણમાં શું વહ્યા જાઓ છો ? એ ત્રણ ગુણો ઉપાયભૂત ગુણો વિના ભવિતવ્યતાને બળે પમાતા હોય તો મોક્ષ પણ એમ ભવિતવ્યતાને બળે પમાય જ ને ? એ ત્રણ ગુણો જીવમાં શક્તિ રૂપે રહેલા હતા ને કાલપરિપાકે એ વ્યક્ત થયા એમ તમે કહેતા હો તો ભવ્ય જીવને શક્તિ રૂપે મોક્ષભાવ રહેલો છે ને કાલપરિપાકે વ્યક્ત થાય છે એમ માનવામાં શો વાંધો ? મોક્ષના કારણની આવશ્યકતા ક્યાં રહી ? આવી ઘણી દલીલો મોક્ષના ઉપાયમાં ન માનનારા કરે છે. ૧. જાઉ ૩૦ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001214
Book TitleSamyaktva Shatsthana Chaupai
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorPradyumnasuri
PublisherShrutgyan Prasarak Sabha
Publication Year1998
Total Pages228
LanguageGujarati, Apabhramsha
ClassificationBook_Gujarati & Philosophy
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy