SearchBrowseAboutContactDonate
Page Preview
Page 109
Loading...
Download File
Download File
Page Text
________________ સમ્યકત્વ જસ્થાન ચઉપઈ સ્યાદવાદ વિણ પણિ સવિ મૃષા, ખારઈ જલઇ નવિ ભાઈ તૃષા માયા મિટે રહઈ જો અંગ, તો કિમ નહી પરમારથરંગ ?II ૬૮ ! પણિ તે નિજનિજ નયરુચિ છઈ. તે સ્યાદ્વાદ વિના સર્વ જૂઠી, જે વિના સ્વમતનિર્વાહ ન થાઈ ખારઈં જલઈ તૃષા ન ભાજઇ તિમ સ્યાદ્વાદ વિના કાંક્ષા ન ટલઈ . જો વેદાંતનઈં મતિ સર્વ માયાજાનિત પ્રપંચ છઈ તો માયા મિટ્યાં તત્કાર્યઅંગ કિમ રહઈ ? જો રહઈ, અંગ પારમાર્થિક જ થાઈ, વ્યાવહારિક કિમ કહિછે ? I ૬૮ પોતપોતાના નવ – મત માટેની આ સર્વ રુચિ સ્યાદ્વાદ વિના જૂઠી છે, સ્યાદ્વાદના આશ્રય વિના તે મતોનો નિર્વાહ થતો નથી. ખારા જળથી જેમ તરસ ન ફીટે તેમ સ્યાદ્વાદ વિના એ મતો પરત્વેની આસક્તિ દૂર થતી નથી. જેમકે, વેદાંતના મત મુજબ જો સર્વ માયાજનિત પ્રપંચ છે, તો માયા દૂર થયે તેનું પરિણામરૂપ અંગ – પ્રપંચ કેવી રીતે ટકે? અને જો ટકે તો એને પારમાર્થિક કહેવાય, વ્યાવહારિક શા માટે? ૧. ૩૦માં ‘ભાષઈ જેવું વંચાય છે,૫૦માં ભાષઈ જ છે. અન્યત્ર ભાજ' તેમ “ભાગઇ') મળે છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001214
Book TitleSamyaktva Shatsthana Chaupai
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorPradyumnasuri
PublisherShrutgyan Prasarak Sabha
Publication Year1998
Total Pages228
LanguageGujarati, Apabhramsha
ClassificationBook_Gujarati & Philosophy
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy