________________
૯૯
સમ્યકત્વ સ્થાન ઉપઈ
બાધિતઅનુવૃત્તિ તે રહી શાનીનઈં પ્રારબ્ધિ કહીએ કર્મવિલાસ થયો તો સાચ, જ્ઞાનિ ન મિયો જેહનો નાચ II
૬૯ II હવઇં ઈમ કહસ્યો જે જ્ઞાનીનઈં પણિ માયા બાધિતાનુવૃત્તિ રહી છઈ દગ્ધરજુઆકાર તે પ્રારબ્ધ કરીનઈ / “જ્ઞાનાગ્નિ સર્વકર્માણિ ભસ્મસાકુરુતેડર્જુન !” (ગીતા ૪, ૩૭) ઈહાં કર્યપદ પ્રારબ્ધાતિરિક્ત કર્મપર કહવું તો કર્મવિલાસ સાચો થયો પણિ કલ્પિત ન થયો, જેહનું નાચ કનાટક જ્ઞાનઈ પણિ ન મિટિઉં ! સિદ્ધાંત પણિ એહ જ છઈ – કેવલજ્ઞાન ઊપનઈ પણિ ભવોપગ્રાહી કર્મ ટલતાં નથી, સર્વકર્મક્ષય તે મુક્તિદશાઇ પરમ સમાધિ જ હોઈ || ૬૯ ||
- હવે એમ કહેશો કે જ્ઞાનીને માયા બધિત થવા છતાં એનું અસ્તિત્વ ચાલુ રહે છે, જ્ઞાનીએ પ્રપંચરૂપ ભ્રમને ભ્રમ રૂપે જાણ્યો હોવા છતાં તે પ્રપંચ નિવૃત્ત થતો નથી, બળેલા દોરડાના આકારની જેમ, એનું કારણ છે પ્રારબ્ધ કર્મોનો ભોગ. બળેલું દોરડું બાંધવા વગેરે એનાં કાર્યો કરવા અસમર્થ હોય છે તેમ પ્રારબ્ધ કર્મોનો ભોગ નવાં કર્મો બંધાવવાપ કાર્ય કરતાં નથી અને સંસારપરંપરા આગળ ચાલતી નથી. ગીતામાં “જ્ઞાનરૂપી અગ્નિ સર્વ કર્મોને બાળી નાખે છે” એમ કહ્યું છે ત્યાં કર્મ એટલે પ્રારબ્ધથી જુદાં કર્મો સમજવાનાં છે. પ્રારબ્ધ કર્મો તો જ્ઞાન થયા પછી પણ ભોગવવાના રહે છે.)
આનો અર્થ તો એ થાય કે જેનો ખેલ જ્ઞાનથી પણ દૂર થતો ૧. હોઈ સત્ય |
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org