________________
૮૪
સમ્યફક્ત ટ્રસ્થાન ચઉપઈ
બીજ અંકુરચાઈ એ ધાર, છે અનાદિ પણિ આવઈ પાર! મુગતિ સાદિ નઇ જિમ અનંત, તિમ ભવ્યત્વ અનાદિ
સચંતા ૬૩ II ઈમ ભાવકર્મઇ દ્રવ્યકર્મ દ્રવ્યકર્મઇ ભાવકર્મ, કહતાં અન્યોન્યાશ્રયદોષ થાઈ તે ટાલઈ છઇ ! એ દ્રવ્યકર્મ ભાવકર્મ અન્યોન્યાપક્ષની ધારા બીજ-અંકુરપણઈ અનાદિ છઇ, પ્રામાણિકતાન દોષઃ ! એ ધારા અનાદિ છઈ પણિ શુક્લધ્યાનઈ દાહ થાઈ તિવારઈ પાર આવઈ, જિમ બીજાંકુરસંતાનનો એકનઈ નાશાઈ | અનાદિ ભાવનો કિમ અંત હોઈ ? તિહાં કહઈ છઈ – જિમ સાદિ હોઈ તે સાંત જ, એ વ્યાપ્તિ નથી, મોક્ષપદાર્થઇ જ વ્યભિચાર હોઈ તે માટઇં, તિમ અનાદિ હોઈ તે અનંત ઈમ નિશ્ચય ન કહો, ભવ્યત્વઈ વિઘઈ તે માટS || ૬૩ |
ભાવકર્મથી દ્રવ્યકર્મ અને દ્રવ્યકર્મથી ભાવકર્મ એમ કહેવામાં પરસ્પરાશ્રયનો દોષ થતો નથી કેમકે એમની પરસ્પરાશ્રયની ધારા બીજ-અંકુરના જેવી છે. એક ને એક બીજ ને અંકુર એકબીજાના આશ્રિત હોતા નથી. અંકુર જે બીજને આશ્રયે ફૂટે છે તે બીજ પૂર્વના અન્ય કોઈ અંકુરનું પરિણામ હોય છે. એ જ રીતે વર્તમાનમાં રાગાદિ પરિણતિરૂપ ભાવકર્મથી જે દ્રવ્યકર્મો બંધાય છે તે કંઈ એ ભાવકર્મનાં કારણરૂપ નથી હોતાં, પણ ભૂતકાળમાં બંધાયેલાં ને અત્યારે ઉદયમાં આવેલાં દ્રવ્યકર્મ હોય છે. આથી આ ધારા અનાદિ છે એમ સપ્રમાણ સિદ્ધ થાય છે. એ ધારા અનાદિ છે પણ અનંત નથી, શુક્લ ધ્યાનથી
૧. જેમ ૩૦
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org