SearchBrowseAboutContactDonate
Page Preview
Page 100
Loading...
Download File
Download File
Page Text
________________ સમ્યકત્વ ષટ્રસ્થાન ઉપઈ ૮૩ ચેતનકર્મનિમિત્તઇ જેહ લાગઇ તેલિ જિમ રજ દેહા. કરમ તાસ કરતા સહિ, નવ્યવહાર પરંપર ગ્રહિ || ૬ ૨l ચેતનકર્મ જે રાગ-દ્વેષ તે નિમિત્ત પામી જે પુદ્ગલ જીવનઈ આવઈ જિમ તેલનિમિત્ત પામી રજ દેહઈ આવી લાગઇ છે તેહનઈ જ્ઞાનાવરણાદિ દ્રવ્યકરમ કહિએ, તેહનો કર્તા જીવ છઈ, ઈમ વ્યવહારનય સદ્દહઈ તે ભાવકર્મઘટિત પરંપરાસંબંધ માનઈ છઈ ! નિશ્ચયનય તે પુદ્ગલનિમિત્ત જીવ સ્વપરિણામક, અધ્યવસાયનિમિત્ત યુગલ સ્વપરિણામકર્તા ઇમ માનઈ || ૬૨ II ચેતનના પર્યાયરૂપ કર્મ એટલે કે ભાવકર્મ તે રાગદ્વેષ. જેમ (શરીર પર લગાવેલા) તેલનું નિમિત્ત પામી શરીરને રજ વળગે છે તેમ એ રાગદ્વેષનું નિમિત્ત પામી જીવને જે કર્મપુદ્ગલ લાગે છે તે જ્ઞાનાવરણીય આદિ દ્રવ્યકર્મ. વ્યવહારનય એમ માને છે કે તેનો કર્તા જીવ છે. એટલે કે તે ભાવકર્મથી નિર્મિત થયેલા પરંપરાસંબંધમાં માને છે. નિશ્ચયનય માને છે કે કર્મયુગલોનું નિમિત્ત પામી જીવ પોતાનાં રાગદ્વેષાદિ પરિણામો જ નિપજાવે છે, જ્ઞાનાવરણીય આદિ કર્મો રૂપ પરિણામ નિપજાવવા એ સમર્થ નથી. એ પુદગલો પોતે જ જીવના રાગદ્વેષાદિ અધ્યવસાયોનું નિમિત્ત પામીને જ્ઞાનાવરણીય આદિ કર્મો રૂપ પોતાનાં પરિણામ નિપજાવે છે. જીવ કે પુદ્ગલ દરેક દ્રવ્ય પોતપોતાનાં પરિણામ નિપજાવવા સમર્થ છે. કોઈ, અન્યનાં પરિણામ નિપજાવી શકતું નથી. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001214
Book TitleSamyaktva Shatsthana Chaupai
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorPradyumnasuri
PublisherShrutgyan Prasarak Sabha
Publication Year1998
Total Pages228
LanguageGujarati, Apabhramsha
ClassificationBook_Gujarati & Philosophy
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy