________________
૮૨
સમ્યક્ત્વ ષસ્થાન ચઉપઈ
કેવલશુદ્ધ કહઈ શ્રુતિ જેહ, નિશ્ચયથી નહિ તિહાં સંદેહા. તે નિમિત્તકારણ નવિ સહિ, ચેતન નિગુણકરતા કહઈ |
૬૧TI શ્રુતિ ફૂટસ્થપણુ કહિઉં છઈ તે મેલ(મેલિ, શ્રુતિ જે કેવલશુદ્ધ આત્મા કહિઓ છઈ તે નિશ્ચયનયથી તેહમાં સંદેહ નહી, જેહનો આવિર્ભાવ સિદ્ધમાહિ છ0 | તે નિશ્ચયમહામત] નિમિત્તકારણ ન માનઈ, શુદ્ધ પર્યાય ઉપાદાનદ્રવ્યનઈ સ્વભાવઈ જ શુદ્ધ કિહઈ ૬૧ ||
શ્રુતિમાં આત્માનું ફૂટસ્થપણું કહ્યું છે તે છોડી દઈને શ્રુતિમાં આત્માને કેવલ શુદ્ધ કહ્યો છે તે નિશ્ચયનયની પરમાર્થની) દૃષ્ટિએ એમાં સંદેહ નથી. પરંતુ આ શુદ્ધ સ્વભાવનો આવિર્ભાવ સિદ્ધ દશામાં થાય છે. આ નિશ્ચયનય (અન્યદ્રવ્ય-સંયોગરૂ૫) નિમિત્ત-કારણને માનતો નથી, શુદ્ધ પર્યાયના ઉપાદાનદ્રવ્યને જ માને છે અને એ રૂપે આત્માને શુદ્ધ કહે છે. વળી એની દૃષ્ટિએ ચેતન – આત્મા જ એના ગુણનો કર્તા છે. તેથી અન્ય દ્રવ્યના સંયોગથી જે ગુણપર્યાયો થાય છે તેને પણ તે સ્વીકારતો નથી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org