________________
સંવચ્છરીપ્રતિક્રમણ hilpલ ૩૭ કે) તજી, વિનમ્ર બની, ક્ષમા માગવી જ જોઈએ. ખરી રીતે તે સાચા વેરી સાથે માફી માગતાં આનંદના અશ્રુ આવવા જોઈએ, એનું નામ જ ખરા અંતરની ક્ષમાપના. એટલું ધ્યાન રાખવું કે આ માફી માગવી અને માફી આપવી “શ કરવા કે દેખાવ કરવા પૂરતી માગવાની નથી. વળી સવાર પડે પા એને એ જ વિરોધ જો સળગતો રહે તો માફી માગ્યાની કિંમતે નથી. એથી તે ખોટો દેખાવ કરીને જાતને ઠગ્યાનું પાપ બાંધવાનું એ વધારામાં. આ તો પેલા ક્ષુલ્લક સાધુ ગુને કરતા જાય અને પાછી વારંવાર કુંભારની માફી માગતા જાય, આ પણ એના જેવું જ કૃત્ય ગણાય. માફી માગ્યા પછી તો મૈત્રી ભાવ થવો જ જોઈએ. હદય હળવું કુલ અને કુણું બનવું જ જોઈએ. પણ એ ત્યારે જ શકય બને કે માન દશાનો ઉપશમ થાય. એટલા માટે તો શાસ્ત્રકારોએ તમને તૈયાર કરવા, નમ્ર બનાવવા સાત દિવસ અગાઉથી પર્વારાધના શરૂ કરવા જણાવ્યું છે. શરૂઆતના ત્રણ દિવસના વ્યાખ્યાનમાં વ્યાખ્યાનકાર,વ્યાખ્યાન શ્રવણ, તપશ્ચર્યા, કલ્પસૂત્ર જેવા મહાસૂત્રનું શ્રવણ, પૂજા, દાન, પુણ્ય, પરોપકાર વગેરે ધર્મકૃત્યો કરવા ફરમાવે છે. જેથી તમારા મનમાંથી માનવજાતને મહા દુશ્મન ગણતો અહંભાવ કે અભિમાનને બરફ ઓગળી જાય. પુનઃ જણાવું કે જેની સાથે ખરેખર બોલચાલ થઈ હોય તે વ્યક્તિ જોડે તો ઘરે જઈને ક્ષમાપના કરી લેજે, સામે આત્મા ક્ષમા આપે કે ન આપે તે તમે ન જેજે. કલ્પસૂત્રનું વચન છે કે-નો સમ તત્સ થિ ૨TT, નો ન ૩વસમસ્ તન્ન નથિ મારા, જે ઉપશમે છે તેને આ પર્વની આરાધના છે, જે નથી ખમતે તેને આ પર્વની આરાધના નથી. માટે દરેક વ્યક્તિએ જિનેશ્વર દેવની આજ્ઞા શિરોધાર્ય કરીને કર્તવ્ય બજાવવું.
વળી આ પર્વ તો આત્માની દિવાળીનું પર્વ છે. તમારા વહેવારની દિવાળીમાં જેમ ચોપડા ફખા કરે છે, નફા-તેટાની
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org