________________
GK IS READDABADવિધિ સહિત )
પરિગ્રહ, ધ, માન, માયા, લાભ, રાગ, દ્વેષ, કલહ, દોષારોપણ, ચાડીયુગલી, હર્ષ, શોક, પરનિંદા, માયા, મૃષાવાદ અને મિથ્યાત્વશલ્ય આ ૧૮ જાતનાં પાપ, જે રોજે રોજ તમારા ઘરમાં, ધંધામાં કે દુનિયાદારીની પ્રવૃત્તિઓમાં ચાલુ જ છે તે પાપે, સાથે સાથે ચૌદ રાજલોકવતી જીવોની ત્રિકરણ ગે હિંસા વગેરે કરવાની પણ તમે છૂટ રાખી છે તે, તેમજ જાતજાતનાં અન્ય જે કંઈ પાપ દોષો સેવ્યા કે સેવરાવ્યાં હોય તે, ગુરુ શિષ્ય વચ્ચે, ગુરણી શિષ્યા વચ્ચે, શ્રાવક-શ્રાવક વરચે, શ્રાવિકા-શ્રાવિકા વચ્ચે, વળી પતિ-પત્ની વચ્ચે, પિતા-પુત્ર વચ્ચે, નણંદ-ભેજાઈ વચ્ચે, દેરાણું-જેઠાણું વચ્ચે, સાસુ વહુ સાથે, શેઠ–કર વચ્ચે, માલીક કે ગ્રાહક વચ્ચે બાર બાર મહિના દરમિયાન જે કંઈ વેર વિરોધ કે વૈમનસ્યના પ્રસંગે બન્યા હોય તેમજ તેઓ સાથે ફૂડ, કપટ, છેતરપીંડી થઈ હોય, કટુવચન બોલ્યાં હોય તે, તેમજ અન્ય જે કંઈ અપરાધે થયાં હોય તે, તમામની તમારે આજે પરસ્પર, માત્ર શબ્દોથી જ નહિં પણ હૃદયના સાચા અને ઉંડા ભાવથી, નમ્રતાપૂર્વક સરલતાથી, બે હાથ જોડી “મિચ્છા મિ દુક્કડ'' બોલીને ક્ષમા માગવાની છે. જો કે ખરૂં તે એ છે કે સંવછરી પ્રતિક્રમણ પહેલાં જ, જેની જેની સાથે ખાસ બેલચાલ થઈ હોય તેની ક્ષમા માગી લેવી એ જ વધુ યોગ્ય છે. એમ ન કરી શક્યા હોય તો સંવછરીના પ્રતિક્રમણમાં સહુને યાદ કરી મનમાં સાચા ભાવથી બે હાથ જોડી, મન દુઃખના પ્રસંગોની ક્ષમા માગી લેવાની છે. આથી આપણાં હૃદયે નિઃશલ્ય બનશે અને ભાર વિનાનાં હળવાં ફૂલ બની જશે. કારણ કે જ્યાં સુધી ક્રોધ, માન આદિ કષાય ભાવો હદયમાં સળગતા બેઠા છે ત્યાં સુધી પાપનાં કર્મ બંધન ચાલુ જ રહેવાના, સંસાર પરિભ્રમણની વૃદ્ધિ થતી રહેવાની મોક્ષ માર્ગ દૂર ને દૂર થતા જવાન અને શાંતિ સે ગાઉ દૂર રહેવાની, માટે સહુએ કેધાદિ કષાયોને ઉપશાંત કરવા અહંભાવ
*
*
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org