________________
-
લકર 9pmSADWEBSI) •વિધિ સહિત
–ધોતીયાં બંગાળી ઢબે ન પહેરવાં જેથી પગમાં ભરાઈ જાય અને ગબડી પડાય, હૈતીયું ટૂંક જ (અસલ રિવાજ મુજબ નાભિથી નીચે અને ગુઠણથી જરા ઉંચું) પહેરવું જોઈએ. વસ્ત્રને પણ મોહ ઉતાર જોઈએ.
–ખમીસ, ગંજીફક, કુડતું, બંડી વગેરે કંઈ પણ પહેરીને પ્રતિક્રમણ કરી શકાતું નથી. રાગાદિકનું કારણ હોય તો ખેસ ઓઢી શકે છે. સીવેલું વસ્ત્ર પહેરવાની સખ્ત મનાઈ છે.
–થોડાક કલાક માટે પણ મમતા અને મેહને ત્યાગ કરવાની ક્રિયા કરવા જ્યારે આવ્યા હોઈએ ત્યારે ઝવેરાતના કે મોતીના અલંકારો, સાચા કે બનાવટી કાંઈ પણ પહેરવા ન જોઈએ. શારિરીક વિભૂષાથી દૂર રહેવું જોઈએ. કાંડા ઘડિયાળને પણ મોહ તે દિવસે ઉતારવો જોઈએ. અર્થાત તે પણ ન પહેરવી જોઈએ. ઘડીઆળથી ચિત્તમાં ચંચળતા ઉભી થાય છે.
પેસાબ-માત્રા માટે સમુદાય માટે હોય ત્યારે કૂંડીઓ વધારે રાખવી જોઈએ અને ચૂનાવાળા પાણીની ઠીક વ્યવસ્થા કરવી જોઈએ. એ પાછું એવી જગ્યાએ રાખવું જોઈએ કે વરસાદ પડે તો પણ વરસાદનું પાણું ચુનાવાળા પાણીને ન બગાડે એવી પાકી વ્યવસ્થા કરવી ઘટે. ઘણા સ્થળે માથે કંતાન નાંખે છે તેમને ખ્યાલ નથી રહેતો કે કંતાનમાંથી પાણું ગળીને ચૂનાવાળા ભાજન ઉપર બધું પડે છે અને એથી અચિત્ત પાણીને સચિત્ત બનવાને પ્રસંગ ઉભો થઈ જવાને અને ધોનાર બધાયને એનો દેષ લાગવાને. માટે કાર્યકર્તાઓએ અગાઉથી આવી બધી બાબતો પ્રત્યે દીર્ધદષ્ટિથી ધ્યાન રાખવું.
પેસાબ કરનારાને ખુલ્લા આકાશ વચ્ચે થઈને જ જવાનું હોય તો, માથે ગરમ કામલી ઓઢવી જોઈએ, તે ન હોય તે છેવટે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org